________________
1259
––– ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 --
- ૧૭૩
વિસ ઉપસર્ગ સંગમે કર્યા, પ્રભુ ચલાયમાન ન થવાથી છ માસ સુધી (છ માસમાં પાંચ દિવસ ઓછા) એ પ્રભુની પાછળ ફર્યો, પ્રભુ જ્યાં ભિક્ષાએ જાય ત્યાં ભિક્ષા અશુદ્ધ કરે, પ્રભુ ગામમાં પેસે કે છોકરાઓ પાસે ધૂળ ઉડાવરાવે, ઠેકડી કરાવે, એ રીતે કંઈક જાતની કદર્થના કરી. પ્રભુને સાત સાત વાર તો ફાંસીએ ચડાવ્યા, છતાં પ્રભુ ચલાયમાન ન થયા. આને વળ ન કહેવાય. કોઈ કહે કે “સંગમ આટલાં પાપ બાંધે છે, આખો સુધર્મ દેવલોક ઉદાસ બેઠો છે, ત્યાં પ્રભુએ જરા દોરી ઢીલી મૂકવી જોઈએ.' તો એ ચાલે ? શ્રી જિનેશ્વરદેવે શાસન સ્થાપ્યું ને એમાંથી બધા કુનય નીકળ્યા, એથી એ પરમ કલ્યાણકારી ધર્મતીર્થના સ્થાપકને શું ? એ પરમતારકે તો દુનિયા મિથ્યાત્વથી ખસે, અવિરતિથી બચે, કષાયોને કાઢે, અપ્રમત્ત બને, યોગોને સાથે માર્ગે વાળે, - એ માટે ઉપદેશ કર્યો : એટલે કે એથી જીવો સમ્યકત્વ પામી, વિરતિ ધારણ કરી, અકષાયી બની, અપ્રમત્ત બની, યોગોના વ્યાપારને ધ્યાનાદિમાં રોકી પરિણામે યોગોને રૂંધી કેવળજ્ઞાન પામી મુક્તિએ જાય. આ રીતે સ્વપર-કલ્યાણની બુદ્ધિએ સત્યને સત્ય તરીકે સમજાવવું, એ વળ નથી : સત્યને વળગી રહેવું એ વળ નથી : પ્રાણાંતે પણ સત્યને ન છોડવાનો નિર્ણય એ વળ નથી ! પણ આત્મિક ધર્મ છે. સભા: ઇંદ્ર સંગમને શું કર્યું?
એ કરનાર હતા અને એમણે શું કર્યું તે સમજનાર પણ ત્યાં હતા. હું તો બચાવની વાત કરું છું, આક્રમણની નથી કરતો. એમણે તો આક્રમણ કર્યું હતું : સંગમને ત્યાં પગ મૂકવો પણ ભારે થઈ પડ્યો હતો ત્યાંથી ઇંદ્ર પણ એને કાઢી મૂક્યો હતો ! વસ્તુ સમજો તો કરણીય એની મેળે સમજાશે : કહેવું નહિ પડે. સત્યની કિંમત સમજનારને અસત્ય ફેંકી દેવાનું કહેવું ન પડે. હિસાબ કરતાં આવડે, જેને ચોપડા જોતાં આવડે, એ શું લેણું-દેણું છે એમ પૂછે ? આ બાજુનું લેણું, એ તો સમજે ને ! એ પણ જે ન સમજે તેના હાથમાં ચોપડા ન સોંપાય. તમે પણ એવું ન સમજો ત્યાં સુધી મારું હૃદય કેટલું ખૂલે ? આજ એક એક વાતના જે અનર્થો થઈ રહ્યા છે, તે તમે ન જાણો તેટલા હું જાણું. તમારામાં વસ્તુ સમજવાનું, એની રક્ષાનું કૌવત ન આવે, મન-વચન-કાયાનું વીર્ય ફોરવવાનું કર્તવ્ય ન સમજાય ત્યાં સુધી મારા જેવાએ એવી વાતોના સંબંધમાં ઘણું સ્પષ્ટ કહેવું તે ઠીક નથી. હું તો એ બતાવું કે આ મોક્ષમાર્ગનાં સાધનો સેવવા યોગ્ય છે, એની સેવામાં આત્માનું કલ્યાણ છે, માટે એની સેવા ગમે તે ભોગે કરવી અને એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org