________________
૧૭૨ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ --
123
ઉપયોગ ન થાય, એનું ખરાબ કરવાની કોઈને સલાહ ન અપાય એ વાત ખરી, પણ એને રાજી રાખવા કંઈ આત્મધર્મને ઓછો જ વેચાય ?
ધર્મીને કોઈ આવીને લાખ છોડી દેવાનું કહે તો છોડે, પણ ધર્મ છોડવાનું કહે ત્યાં શું થાય? આજની લડત પણ એવી છે. અમારે અને અમુક વિરોધીઓને મેળાપ પણ થયો નથી, છતાં ધર્મવૈરના જ કારણે અમારા તરફ એમનો વિરોધ અને વિદ્વેષ છે, એ વસ્તુ તો આજે ચોમેર પડદા પાછળ ચાલી રહેલા ગુપ્ત પ્રયત્નોથી સિદ્ધ થાય છે. એક તરફ શાંતિનો દંભ કરે અને બીજી તરફ ધર્મસ્થાનોમાં અને ધર્મઉત્સવોમાં તોફાન કરવા જુવાનિયાઓને ઉશ્કેરે, એનો અર્થ શો ?
સભા : વિરોધ આવ્યો ક્યાંથી ?
મેં જણાવ્યું તેમ અંગત વૈર નથી. અમારી સામે વિરોધ નથી, પણ અમે જે અંગીકાર કર્યું છે તેની સામે વિરોધ છે. એને તેઓ ખોટું સાબિત કરે તો છોડી દેવાય, પણ આ તો કહે છે કે ખોટું કે સાચું પણ છોડી ઘો!' - એ કેમ છોડાય ? આ વસ્તુને આઘી છોડીએ તો આજે મેળ મળે. વીસમી સદીમાં આ આગમ વગેરેની જરૂર નથી, એમ કહી દઈએ અને જમાનાના પૂરમાં તણાવા માંડીએ તો તરત જ મેળ મળે. પણ આત્મધર્મ વેચીને કાંઈ એવો મેળ મેળવાય ? બાકી વ્યક્તિગત વિરોધનો ફેંસલો તો ઝટ થાય. એને માટે શ્રી જૈનશાસનનો કાયદો મજેનો છે. શ્રી જૈનશાસન કહે છે કે “નમે તે આરાધક – ખમે તે આરાધક.' સામેવાળો ક્ષમાપના ન આપે તો પણ ક્ષમાપના કરનાર આરાધક એટલે અંગત વૈરમાં તો વિના પ્રેરણાએ પણ ક્ષમા આપવાની – લેવાની હોય જ, પણ આત્મધર્મ જેવી વસ્તુની રક્ષામાં એ ન હોય. જો સત્ય માટે ક્ષમા માગવાની હોય તો તો સત્યના રસ્તા જ બંધ થઈ જાય! સજ્જનોએ સત્ય માટે તો શરીર તજ્યાં, પ્રાણાર્પણે સત્ય સાચવ્યું તો જીવ્યું. સજ્જનોની એ નીતિ છે કે સત્ય માટે સર્વસ્વ જાય તેની દરકાર ન કરે, પણ સર્વસ્વ માટે સત્ય ન જવા દે. અંગત વૈર માટે તો એક વાર નહિ પણ કરોડ વાર માફી મંગાય, પણ સત્ય વસ્તુના બચાવની માફી ન હોય -સત્ય વસ્તુના વેરી પાસે ક્ષમા માગવાની ન જ હોય.
સભા : સત્ય પક્ષે પણ વળ મૂકવો જોઈએ.
સાચાને વળ ન હોય. વળ હોય ત્યાં સત્ય ન ટકે. સત્યને વળગી રહેવું, એનું નામ વળ નથી. ભગવાનના નિમિત્તે સંગમ અનંત સંસારની ખરીદી કરી રહ્યો હતો, તો પણ પ્રભુ ચલાયમાન ન થયા. એનું નામ વળ નથી. એક રાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org