________________
1257
- ૯ : દિવાળીની દેશના અને માગણી - 79
-
૧૭૧
“મો નો સર્વે સૌથ-સિસ્ટિકરના . श्रुणुत श्रीमहावीर-स्वामिनो महिमाद्भुतम् ।।१।। दधानः पञ्चसमिती-गुप्तित्रयपवित्रितः । क्रोधमानमायालोभा-नभिभूतो निराश्रवः ।।२।। द्रव्ये क्षेत्रे च काले च, भावे चाप्रतिबद्धधीः । रुक्षकपुद्गलन्यस्त-नयनो ध्यानमास्थितः ।।३।। अमरैरसुरैर्यक्षे, रक्षोभिरुरगैनरैः ।। त्रैलोक्येनापि शक्येत, ध्यानाञ्चालयितुं न हि ।।४।।"
(ષિષ્ટિશલ્લા - ૧૦મું પર્વ) “સૌધર્મ' નામના વિમાનમાં વસતા સર્વે ઉત્તમ દેવો ! તમે શ્રી મહાવીર મહારાજાના અદ્ભુત મહિમાને સાંભળો : પાંચ સમિતિઓને ધારણ કરનારા, ત્રણે ગુપ્તિઓથી પવિત્ર બનેલા, ક્રોધ-માન-માયા અને લોભથી પરાભવને નહિ પામેલા, આશ્રવથી રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવમાં અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એક રુક્ષ પુદ્ગલ ઉપર નયનોને સ્થાપીને ધ્યાનમાં રહેલા છે.' ધ્યાનમાં રહેલા એ ભગવાનને ધ્યાનથી ચલિત કરવા માટે નથી શક્તિમાન અમરો, નથી શક્તિમાન અસુરો, નથી શક્તિસંપન્ન યક્ષો, નથી શક્તિસંપન્ન રાક્ષસો, કે નથી શક્તિસંપન્ન મનુષ્યો: અર્થાત્ ત્રણેય લોક એકત્રિત થાય તો પણ ધ્યાનમગ્ન એ ધીર ભગવાન વિીરને પોતાના ધ્યાનમાંથી
ચલિત કરવાને કોઈ જ શક્તિસંપન્ન નથી.” આ વાત સંગમથી ન ખમાણી સંગમને એમ લાગ્યું કે એક મનુષ્ય માત્રને ઇંદ્ર આટલી મહત્તા આપે કેમ ? ભગવાન ચલાયમાન ન થાય, એમાં સંગમના બાપનું શું જાય?ભગવાન શ્રી મહાવીર પરમાત્મામાં લઘુતા તો પારાવાર હતી, પણ સ્વપરનું સત્યાનાશ વાળે એવી લઘુતા એવા તારકમાં કેમ જ હોય ? દુશ્મનને રાજી કરવા પણ સ્વપરનું કલ્યાણ કરનારી આત્મીય પ્રતિજ્ઞા કેમ જ તોડાય ? આત્મધર્મમાં અડગતા જ હોય !
દુશ્મન મારે તો માર ખવાય, ગાળો દે એને વધાવાય, દુશ્મનનું ભૂંડું ન ઇચ્છાય, એનું પણ ખરાબ કરવાના વિચારો ન થાય, એનું ખરાબ કરવા હાથનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org