________________
૧૭૦
જે કારણથી
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - પ
‘આ કથા પરમાર્થથી શ્રી સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતનાં વચનોરૂપી અમૃતના સાગરમાંથી ખેંચી કાઢેલી છે, એટલે શ્રી સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતરૂપ સાગરનાં ઝરણામાંથી ઝરતાં બિંદુ જેવી આ કથા છે.' તે કારણથી
‘આ કથાનું શ્રવણ કરવા માટે દુર્જનવર્ગ યોગ્ય નથી, કારણ કે અમૃતબિંદુની સાથે કાલકૂટ વિષનો યોગ થાય જ નહિ !'
અર્થાત્
‘અમૃત જેવી કથાને પણ દુર્જનો કાલકૂટ વિષ જેવી બનાવી સ્વ અને પરના ભાવપ્રાણોનો નાશ કરે છે, એટલે એવા પામર આત્માઓને સુધારવાનો કોઈ સુંદર ઉપાય જ નથી, અને વાત પણ ખરી છે કે ‘સત્ય વસ્તુને અસત્ય અને અસત્યને સત્ય બનાવનારા આત્માઓ સુધરે પણ શાના ?”
શ્રી વીર વિભુ અને સંગમ :
અન્યથા ભગવાન શ્રી મહાવીરદેવ તો એકાંતે સર્વનું ભલું ઇચ્છનાર હતા, એવા પરમ ત્યાગી પ્રત્યે પણ વૈર કરનાર કેમ હોય ? ભગવાન અનંત દયાળુ છે, પણ કરે શું ? સંગમ ઉપસર્ગ ક૨વા આવ્યો : એને એ ખટકતું હતું કે ‘મહાવીર આવી આપત્તિમાં સ્થિર કેમ રહે ?' સંગમને ધમાધમ કરતો અટકાવવાનો એક પણ ઉપાય જ ન હતો, કારણ કે સંગમને તો ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સાથે જ વૈર નહોતું, પણ એ તારકના ધૈર્ય સાથે વૈર હતું : એ સિવાય પ્રભુ ઉપર ઉપસર્ગો કરવાનું સંગમને બીજું એક પણ કારણ ન હતું.
Jain Education International
1256
પ્રભુને ધ્યાનમાં રહેલા જોઈને પ્રભુની સ્થિરતા આદિથી દુષ્ટ હૃદય બનેલા શ્રી સુધર્મા ઇંદ્ર એકદમ સભામાં સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી લીધું, જમણી જાનુ ભૂમિ ઉપર સ્થાપન કરી, ડાબી જાનુ કંઈક સંકોચી અને ભૂમિ ઉ૫૨ મસ્તક મૂકીને શક્રસ્તવથી પ્રભુને વંદન કર્યું. વંદન કરીને ઊઠ્યા પછી સર્વ અંગ ઉપર જેને રોમાંચ ઊભાં થઈ ગયાં છે, તેવા શ્રી ઇંદ્ર મહારાજાએ આખીયે સભાને ઉદ્દેશીને કહ્યું કે -
For Private & Personal Use Only
www.jainelibrary.org