________________
1255 --- ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 --
- ૧૧૯
વળી અપ્રમાદી બનવાનું, વૈરીનો સત્કાર કરવાનું, સ્ત્રીને શિક્ષા કરવાનું, ક્રોધને મારવાનું, - આ બધું લખાણ ચોડવાનું હોય ?' આવું કોઈ કહે એ કેમ ચાલે ? એ રીતે ધર્મી માત્ર સર્વત્ર અપ્રમત્ત રહેવું જોઈએ અને એ માટે સર્વત્ર ઘટતી યોજના કરવી જોઈએ. ચોપડામાં જે આ જાતની માગણીઓ લખવા કહું છું, હાલની માગણી બદલાવવા કહું છું, તે અપ્રમત્ત રહેવા માટે ! જ્યારે જ્યારે ચોપડો હાથમાં લો, એ પાનું ઉઘાડો અને વાંચો કે તરત ધ્યેય ધ્યાનમાં આવે અને પછી મનોવૃત્તિમાં પરિવર્તન થાય.
સભા : આવી માગણીથી લક્ષ્મી અટકી જાય તો ?
પીડા ઓછી. સમ્યગ્દષ્ટિ માટે આ પ્રશ્ન નથી. લક્ષ્મી તો દાન તથા સંયમને આભારી છે, એમ એ માને છે તથા લક્ષ્મી તજવાની તો છે જ, એમ પણ જાણે છે અને માને છે.
હવે એ ચારે વાક્યોના ભાવાર્થનો સામાન્યતઃ ધાર્મિક દૃષ્ટિએ વિચાર કરીએ : જાગતા નર સાર' - એટલે “અપ્રમત્ત રહે એ બચે.”
વૈરી આદર સાર” - એટલે “વૈરી પ્રત્યે પણ તિરસ્કાર ભાવ ન હોય, સમભાવ હોય, વૈરી પણ મિત્ર બને તેવી કાર્યવાહી હોય.' અંગત વેરી અને ધર્મવેરીનું અંતર :
આ વાત અંગત વૈરીની છે. અંગત વૈરીને સુધરવાનો રસ્તો છે, પણ સ્વભાવથી જ ધર્મના વૈરીને સુધરવાનો રસ્તો નથી. મારો વૈરી તો મને મારવા ઇચ્છ, મને મારે એટલે સંતોષ, પણ ધર્મનો વૈરી તો ધર્મ તથા ધર્મી માત્રને કનડવા ઇચ્છે છે. ધર્મના વૈરીનું વૈર જુદું હોય છે ! એ શાંતિ ન પામે ! કારણ કે એ તો તત્ત્વોના વૈરી હોય છે ! અંગત વૈરી હોય તો નમાય, કારણ કે અંગત વૈરી તો નમવાથી સંતોષ પામે, પણ આ વૈરી તો નમવાનું નથી કહેતા, પણ ધ્યેય વર્જવાનું કહે છે; આ જ કારણે સર્જન અને દુર્જનનું વૈર શાશ્વત કહેવાય છે ! અને એ જ કારણે પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર તો “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા' નામના પોતાના ગ્રંથરત્નના પીઠબંધમાં લખે છે કે -
"यतः सर्वज्ञसिद्धान्त-वचनामृतसागरात् । निष्यन्द-बिन्दुभूतेय-माकृष्टा परमार्थतः ।।१।। ततो दुर्जनवर्गोऽस्याः, श्रवणं नाप्तुमर्हति । વનવૃવિ નેવ, યુજ્ય પૃવિનુના સારા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org