________________
૧૭૮ –
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1254
પણ એવો આવ્યો.
અનૂકૂળ કે વાજબી હઠ હોય એ ઠીક પણ ખોટી હઠને આધીન થવામાં સર્વનાશ થાય. આ તો દૃષ્ટાંત માત્ર છે. ધાર્મિક દૃષ્ટિની વિચારણા જુદી છે.
રાજપુત્રે તરત સોટી હાથમાં લીધી અને ઉપરાઉપરી મારવા મંડ્યો. પેલી કહે કે “પણ હવે નહિ પૂછું, માફ કરો.' રાજપુત્રે ત્રીજા વાક્યનો પણ આ રીતે અનુભવ કર્યો અને સ્ત્રીને વાત ન કહેવાથી પોતાના જાનની આફતથી બો. ત્રણ હજાર સોનૈયા વસૂલ થયા માન્યા. હવે ચોથા વાક્યનો અનુભવ બાકી રહ્યો. ‘ક્રોધને મારવામાં સાર' – એ ખરું, પણ ક્રોધ કર્યો થાય ? એ અનુભવને પ્રસંગ પર મુલતવી રાખ્યો.
એ રાજકુંવરને એક પુત્રી પણ હતી અને એ ઉંમરલાયક પણ થઈ હતી. ગામમાં કોઈ સારું નાટક આવ્યું : રાજ્યના અંતઃપુરથી બહાર જોવા ન જવાય, પણ પુત્રીએ બહુ જીદ કરવાથી એની માતાએ પુરુષના વેષમાં નોકરની સાથે નાટક જોવા મોકલી : રાજપુત્ર પોતે પણ જોવા ગયો હતો : નાટક થોડું બાકી રહ્યું તે વખતે પુત્રી આવતી રહી અને આંખમાં ઊંઘ આવેલી એથી વેષ ઉતાર્યા વિના માતાની ભેગી સૂઈ ગઈ : રાજપુત્ર આવ્યો અને મહેલમાં પેઠો : પોતાની સ્ત્રીની સાથે કોઈ પુરુષને સૂતેલો જોયો કે ઝટ ગુસ્સો આવ્યો : તલવાર ખેંચી : આવનાર ગુનેગારને તથા અનાચારી સ્ત્રીને મારી નાખવાની ભાવનાથી દોડ્યો : ત્યાં ચોથું વાક્ય નજરે ચડ્યું કે “ક્રોધને માર્યામાં સાર'. કુંવરે વિચાર્યું કે “દુશ્મનને પણ ઊંઘતો ન મરાય, માટે એને જગાડી, ઓળખીને પછી મારવો!! તરત જોરથી હાથ પકડી ખેંચ્યો એટલે દીકરીએ ચીસ પાડી કહ્યું કે “બાપાજી !
રાજપુત્ર : “અરે ! પણ તું અહીં ક્યાંથી ? આ વેષમાં કેમ ?'
આ ધમાચકડીમાં રાણી પણ જાગી અને નાટકમાં મોકલ્યાની વાત કહી. રાજપુત્રે વિચાર્યું કે “હમણાં જુલમ થઈ જાત. આ બેયને ભારત અને મારે પણ મરવું પડત. ચાર હજાર સોનૈયા ફળ્યા.' ચોથા વાકયનો પણ અનુભવ થયો. આ ચેતવણીનાં વાક્યો દીવાનખાનામાં ચોડવાથી કુંવર બચ્યો એની સ્ત્રી તથા પુત્રી બધાં બચ્યાં.
કોઈ અહીં એમ કહે કે “રાજ્યના દીવાનખાનામાં આવાં વાકય શાં ? ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org