________________
1253
- ૯ : દિવાળીની દેશના અને માગણી - 79
- ૧૦૭
ધર્યો અને કહ્યું કે “હવે ફિકર નહિ, કરડ.' સર્પ બોલ્યો “હવે ન કરવું : હવે તો તું શત્રુ મટી મિત્ર બન્યો : પણ હું તને અહીં કરડવા આવ્યો, તેં ફૂલ તથા દૂધ વગેરેથી મારો સત્કાર કર્યો અને તેથી પ્રસન્ન થઈ કરડ્યા વગર હું પાછો ફર્યો - એ વાત તારે કોઈને કહેવી નહિ : એ વાત જો કોઈને કહીશ, તો એ વખતે આવીને કરડીશ : આ વાત હું અને તું બે જાણીએ.” આમ કહી સર્પ ચાલ્યો ગયો. સ્ત્રીએ અરધીપરધી વાત સાંભળી. “હું અને તું બે જાણીએ” – એ વાકય બરાબર સાંભળ્યું. સ્ત્રીના મનમાં થયું કે “મકાનમાં જરૂર અન્યનો પ્રવેશ છે.” સ્ત્રીની જાત એટલે એના હૃદયમાં શલ્ય પેઠું. રાજપુત્રના મનમાં થયું કે “બે વાક્યનો તો અનુભવ થયો : બે હજાર સોનૈયા તો સફળ થયા.”
હવે બાકીનાં વાક્યોનો અનુભવ કરવાનું પણ તે રાજકુમારને મન થયું, પણ પ્રસંગ વિના અનુભવ શી રીતે થાય ? રાજપુત્ર મોડી રાતે સૂઈ ગયો. સૂતો મોડો એટલે વહેલો ઊઠી ન શકે. એની સ્ત્રી ઓરડામાં આવી, પણ કંઈ કુંવરને એમ જગાડાય ? કુંવર જાગે નહિ, રાતની વાત પૂછે નહિ, ત્યાં સુધી રાણીસાહેબને ચેન પણ પડે નહિ ! ઓરડામાં આમથી તેમ ફરે, કોઈ ચીજ પાડે તો કોઈ અફાળે, પણ કુંવર જાગે તો પૂછે ને ! આખરે કુંવર જાગ્યો અને સ્ત્રી પૂછવા લાગી, કુંવર જવાબ આપવા લાગ્યો, એ ચાલ્યું :
સ્ત્રી : “આજે મોડા કેમ ઊડ્યા ?” રાજપુત્ર : “સહજ.”
સ્ત્રી : મોડા સૂતા હશો.' રાજપુત્ર : “એમ હશે.”
સ્ત્રી : “પણ મોડા સૂતા કેમ ?' રાજપુત્ર : “હું મોડો કેમ સૂતો, એ બધું જાણવાની તારે પંચાત શી ?'
સ્ત્રી : “એ ન ચાલે : મને કહેવું જ પડશે.” રાજપુત્ર : “એ વાત જવા દે : એ વાત કહેવામાં તારું તથા મારું બેયનું હિત નથી પણ અહિત છે, માટે એ વાત જવા દે : ખોટો આગ્રહ જવા દે : એ વાતમાં બેયનો નાશ છે.”
સ્ત્રીની બુદ્ધિ ક્યાં ? એણે પોતાની હઠ ન મૂકી. એ વખતે રાજપુત્રની નજરે પેલાં ચાર વાક્યોમાંનું ત્રીજું વાક્ય નજરે પડ્યું કે “સ્ત્રીને શિક્ષામાં સાર”. પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org