________________
૧૬૯
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
–
1252
નોકરને તપાસ કરવા મોકલ્યો. નોકરે બહાર આવી એ સ્ત્રીને - કુળદેવીને - રડતી જોઈ એને રડવાનું કારણ પૂછ્યું : કુળદેવીએ પહેલાં તો તેને ન કહ્યું, પણ બેત્રણ વાર પૂછવાથી અને રાજકુંવરનો નોકર તપાસ કરવા આવ્યો છે એમ જાણી, પોતે બધી વાત કહી અને “એ કુંવર મરવાનો છે માટે રડું છું' - એમ જણાવ્યું. “સાપ ક્યાંથી આવવાનો છે, કયે રસ્તે આવવાનો છે, કયા વખતે આવવાનો છે' - એ બધું નોકરે દેવીને પૂછી લીધું. નોકરે આવીને કુંવરને કહ્યું કે “વાત કહેવાય તેવી નથી : હું ચોકી કરીશ : આપ સૂઈ જાઓ !” કુંવરે આગ્રહપૂર્વક પૂછવાથી પોતે બધી વાત કહી. કુંવર સમજ્યો કે “પહેલા વાક્યના હજાર સોનૈયા વસૂલ થયા.' જાગતો રહ્યો તો મરવાની ખબર મળી. પહેલું વાક્ય ફળ્યું.
મરવાની જાણ થાય એને ચેતવાની બારી તો છે જ ને ? બીજું વાક્ય તરત નજરે ચડ્યું કે - “વૈરી આદર સાર'. વિચાર કર્યો કે “કરડવા આવનાર સર્પ પણ વૈરી છે ને !' કયે રસ્તે થઈને આવવાનો હતો, એ બધું તો નોકરે જણાવ્યું હતું. તરત નોકરને હુકમ કર્યો કે “એ સર્પ જ્યાંથી આવવાનો છે, ત્યાંથી મારા હીંડોળા સુધી સુગંધી પુષ્પોના ઢગલા કરો તેમજ રસ્તામાં ઠામઠામ સુગંધયુક્ત દૂધનાં કૂંડાં મૂકો. સર્પને સુગંધી તથા દૂધ, એ બે ચીજ પ્રિય હોય છે. નોકરે એ રીતે તમામ વ્યવસ્થા કરી. રાજપુત્ર હવે તૈયાર થઈને હીંડોળા પર બેઠો અને સર્પની રાહ જોતો જાગતો રહ્યો. રોજ તો એ દીવાનખાનામાં પોતે તથા પોતાની
સ્ત્રી બેય સૂતાં હતાં, પણ આજે જ્યારે નોકરે આવીને આ જાતના સમાચાર આપ્યા, એટલે એણે તરત પોતાની સ્ત્રીને બીજે સૂવા મોકલી હતી. સામાન્ય રીતે સ્ત્રી જાતિ શંકિત હૃદયની હોય છે. કોઈ વખત નહિ અને આજે આવો હુકમ કેમ ?” – એવી એને પણ શંકા પડી. હુકમ સામે ના તો કહેવાય નહિ, ગઈ તો ખરી, પણ પાસેના કમરામાં (ઓરડામાં) છીદ્ર પાસે બેઠી. સ્થિતિ એવી કે સામાન્ય સ્વર સંભળાય ખરો એ રીતે બેઠી. સર્પ ત્યાંથી નીકળ્યો પણ ફૂલની સુગંધીમાં લોટતો જાય, દૂધ પીતો જાય, આનંદથી ડોલતો જાય, એમ મહાલવામાં હસવાનો જે સમય હતો તે વીતી ગયો કે એની ભાવના ફરી. અમુક નિમિત્તોને ફળવા અમુક પ્રસંગ અને અમુક સમય હોય છે. એ સમય ગયો કે સર્પની પણ ભાવના ફરી. જે વૈરી આટલો સત્કાર કરે એને કરડવું ઉચિત નથી, એવી ભાવના સર્પની પણ થઈ. સર્પ જ્યારે હીંડોળા પાસે આવ્યો ત્યારે રાજપુત્રે પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org