________________
૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત 72
૨૯
આગળ તો એને નરકનો પ્રતિનિધિ પણ કહેવાના છે. જો ગૃહવાસને હેય ન માન્યો અને ઉપાદેય માન્યો તથા તેમાં ભાન ભૂલીને રાચીમાચી ગયા, તો તે છેલ્લામાં છેલ્લી હદે - નરકે લઈ જશે. ગૃહવાસ ન તજાય એ વાત જુદી છે, તે ત્યાજ્ય છે તેમ માની તેને જેમ બને તેમ જલદી તજી શકાય એવી જ પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ.
પણ
1115
કર્મવશ જીવો ધર્માચરણની યોગ્યતા છતાં પણ વિષયાધીનતાના યોગે ગૃહવાસને છોડી શકતા નથી, એ વાત તો ઉપકારી પુરુષો પણ માન્ય રાખે છે. એટલે જેઓ નથી છોડી શકતા પણ છોડવા યોગ્ય છે એમ માને છે, તેઓની સાથે તો મેળ મળે, પણ જેઓ ગૃહવાસને સારો જ અને ઉપાદેય માને છે, તેઓની સાથે શી રીતે મેળ મળે ? આથી સ્પષ્ટ છે કે “ગૃહવાસ છોડી ન શકો ત્યાં બધાં બહાનાં ચાલે, પણ ‘ગૃહવાસ સારો છે' એમ કહેવા માંડો તેમાં તો કાંઈ જ બહાનું ન ચાલે. એટલે એ છોડવા જેવો છે એમ તો સ્વીકારવું જ પડશે.” એ વાતમાં અહીં જ હા પાડવાની એમ નહિ, પણ એ વાત એવા જ સ્વરૂપમાં કહેવી પડશે : કારણ કે એ માન્યતા નિશ્ચિત થયા વિના વાસ્તવિક રૂપમાં સમ્યક્ત્વ ટકશે જ નહિ. એનું કારણ એ છે કે ગૃહવાસને સારો માનવાથી સમ્યક્ત્વ મેલું થાય, કદરૂપું બને અને પરિણામે નાશ પણ પામે તેમજ સમ્યક્ત્વના બદલે મિથ્યાત્વ પણ આવે. અન્ય દર્શનકારોએ પણ ગૃહસ્થાશ્રમને એ દૃષ્ટિએ જ કહ્યો છે. કારણ કે એ દર્શનકારો પણ એક રીતે હતા તો ત્યાગીને ? એક પણ દર્શનકારે ત્યાગને અવગણ્યો નથી, પણ અજ્ઞાનના યોગે તેઓએ થોડી ઘણી રાગની પુષ્ટિ કરી નાખી, જ્યારે અહીં તો રાગની પુષ્ટિ કોઈ પણ રીતે કરવામાં નથી આવી. સભા : “ન્યાવાન મહાપુળ્યું" આ અને એવાં બીજાં કથનો અન્યમાં ક્ષેપક હશે કે મૂળથી હશે ?
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
એ તો એમને ખબર. ગમે તેમ હોય, પણ ત્યાં રૂઢ થયું એવું અહીં ન જ થાય, એની જ કાળજી રાખવાની છે. આજે એવી વસ્તુ આ શાસનમાં ખુલ્લી નથી બોલતા, પણ જો આમ ને આમ ચાલ્યું, તો દશકા પછી ઉચ્છંખલો ખુલ્લું બોલશે. અન્ય દર્શનકારોએ વાનપ્રસ્થ તથા સંન્યાસાશ્રમ પણ રાખ્યાં છે. બ્રહ્મચર્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમમાંથી અમુક વખતે ત્યાં આવવું જ જોઈએ, એવું તેઓએ પણ વિધાન કર્યું છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમ ન સેવતાં, સીધો સંન્યાસી થાય તો તેને તેઓ પણ બાલબ્રહ્મચારી તરીકે માને છે. પણ તેમાં વાંધો નથી ઉઠાવતા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org