________________
૨૮
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
1114
જ દેવ માનવા, પ્રભુમાર્ગને અનુસરતા નિગ્રંથોને જ ગુરુ માનવા અને એ તારકોએ જે ધર્મ કહેલો હોય તેને જ સુધર્મ માનવો તથા તે ત્રણેની આરાધનામાં જ આત્માનો ઉદય માને અને યથાશક્તિ એ ત્રણેની આરાધનાનો જ પ્રયત્ન કરવો. એવી રીતે દેશવિરતિ ધર્મ પણ તે જ છે કે સમ્યક્તની સાથે એકથી આરંભીને બાર વ્રતોનો સ્વીકાર કરવો અને પ્રતિમાદિનું પાલન વગેરે કરીયાવત્ “સંવાસાનુમતિ' એટલે માત્ર ઘરમાં રહેવા પૂરતી જ અનુમતિવાળા બની જવું પણ ઘરની કોઈપણ પ્રવૃત્તિ તરફ લક્ષ્ય નહિ દેવું : કેવળ પ્રભુધર્મની આરાધનામાં જ રત રહેવું એ દશાને કેળવવી! બાર વ્રતોમાં પહેલા સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળો તે એક પણ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણે નહિ, હણાવે નહિ અને હણાતાને સારો માને નહિ. એ જ રીતે મોટા જઠનો ત્યાગ, મોટી ચોરીનો ત્યાગ તથા મૈથુન સેવવું પડે તો પરિમિત રીતે સ્વસ્ત્રીસંગથી સંતોષ રાખી અન્ય સ્ત્રીસંગનો ત્યાગ, પરિગ્રહમાં ધનધાન્યાદિની મર્યાદા કરે, દિશાઓની મર્યાદા બાંધે, ભોગોપભોગયોગ્ય પદાર્થોની ઓછાશ કરે, અનથદંડ ન થઈ જાય એની પણ કાળજી કરે, સામાયિક કરે, દેશાવગાસિક કરે, પૌષધ કરે, મુનિને દાન દઈ અતિથિ સંવિભાગ કરે. આ રીતે બાર વ્રત પાળે. આમાં વ્યાપારાદિ આવ્યું ? નહિ જ, તો હવે કોઈ પૂછે કે બાકીની ક્રિયા કેમ કરો છો ? તો શું કહેશો ? “સાધુ નથી થઈ શકતા માટે.” એમ જ કહેવાનું કે બીજું ?
સભા : પણ ગૃહીધર્મના તો ભાંગા ઘણા છે ને ?
પણ બધે વાત તો છોડવાની જ છે ને ? વધારે ન છોડાય તો ઓછું છોડો, પણ છોડો એ જ વાત છે કે બીજી ? બાર વ્રત લેનાર બાર વ્રતધારી કહેવાય અને એક વ્રત લેનાર એક વ્રતધારી કહેવાય, પણ એ બે સરખા તો ન જ કહેવાય ને ? નહિ, તો જેટલા અંશે ધર્મ તેટલા અંશે ધર્મ અને બાકીની ક્રિયા કેમ કરો છો ?” તો એના જવાબમાં તો એક જ ઉત્તર ને કે “સાધુપણું નથી લેવાતું માટે ! જો હા, તો હવે તમને કોઈ પૂછે કે ‘તમે ગૃહવાસમાં રહ્યા છો કે રહેવું પડ્યું છે ?' તો શું કહેશો ?
સભા: નીકળાતું નથી માટે રહેવું પડ્યું છે.
વિચારીને બોલો. રહેવું પડ્યું છે એવું બોલશો તો તેવું વર્તન દેખાડવું પડશે ! બીજા રસ્તે ન જઈ શકનાર કદી ભયંકર રસ્તે ચાલે, પણ ત્યાં તેનાથી ચલાય કઈ રીતે ? એવો જ દેખાવ ગૃહવાસમાં તમારો પણ દેખાવો જ જોઈએ ને ?
અહીં તો શાસ્ત્રકાર મહર્ષિ ગૃહવાસને સફળદુઃખનું સ્થાન કહે છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org