________________
1113 –– ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72 – ૨૭
આ જ વાત તમે પૂજામાં પણ ક્યાં નથી સાંભળતા ? બારમા “બ્રહ્મચર્ય” પદ'ની પૂજાના દોહરામાં ગાવામાં આવ્યું છે કે –
“જિનપ્રતિમા જિનમંદિરાં, કંચનનાં કરે જેહ;
બ્રહ્મવતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ. ૧” શ્રી જિનશાસનનો ગૃહીધર્મ :
આ બધા ઉપરથી સ્પષ્ટ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે “પરમતારક શ્રી જિનેશ્વરદેવોનાં ગગનચુંબી મંદિરો બનાવવાં, તેમાં મનોહરમાં મનોહર શ્રી જિનબિંબોને લાખો અને કરોડોના વ્યયથી પ્રતિષ્ઠિત કરવાં, તે પરમ તારકોએ ફરમાવેલા દરેકેદરેક મહોત્સવો આખીયે ભવ્ય દુનિયાને આકર્ષી શકે તેવી રીતે કરવા અને તીર્થયાત્રા માટેના વિશાળ સંઘો કાઢવા કે અનુપમ સાધર્મિક વાત્સલ્યો કરવાં, એ બધુંયે આત્માને વિષયોથી વિરક્ત બનાવી સંયમમાર્ગનો મુસાફર બનાવવા માટે જ છે.” આ વાત કલ્યાણના અર્થી આત્માએ એક ક્ષણને માટે પણ વીસરી જવા જેવી નથી. આ વાતને વિસરી જઈને - “બસ હું આવો ને તેવો ! મેં આમ કર્યું ને તેમ કર્યું ! હું ન હોત તો થાત શું!” આવી આવી ધર્મ આત્માને કોઈ પણ રીતે નહિ છાજતી અને તદ્દન કનિષ્ટમાં કનિષ્ટ ભાવનાઓ જેઓ સેવે છે, તેઓની ધર્મકરણીઓ કદી પણ ફળીભૂત થવાની નથી, એ વાતમાં વિવાદને સ્થાન જ નથી : માટે પોતાને સમ્યગ્દષ્ટિ ગણાવતા દરેકેદરેક આત્માએ એ વાત હૃદયમાં કોરી રાખવી જોઈએ કે સર્વથી સર્વત્યાગ એકદમ થઈ શકે તેમ નથી, એ જ કારણે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ સર્વવિરતિ ધર્મની સાથે દેશવિરતિ ધર્મનો ઉપદેશ કરીને, થોડા થોડા ત્યાગના પણ રસ્તા દર્શાવ્યા છે. અને સર્વવિરતિધર્મરૂપ મુનિપણાની અને સમ્યક્ત મૂળ દેશવિરતિરૂપ ગૃહિધર્મની તુલના શાસ્ત્ર મેરુ સામે સરસવથી કરી છે. મેરુ એ એક લાખ યોજનનો છે. (આ પણ વાત ગૃહીધર્મની છે પણ ગૃહસ્થાવાસની નથી, એટલે “ગૃહીધર્મ શબ્દથી ગૃહવાસને ન લેતા.) ઊંચામાં ઊંચો ગૃહીધર્મ પણ મુનિપણારૂપ મેરુપર્વતની પાસે એક સરસવ જેટલો છે.
સમ્યક્તમૂળ બાર વ્રતોનું પાલન કરતાં કરતાં પ્રતિમાદિના પાલનના પરિણામે માત્ર ઘરમાં રહેવા જેટલી જ સ્થિતિ કે જેને શાસ્ત્રમાં “સંવાસાનુમતિ' કહેવાય છે, એ સ્થિતિ પ્રાપ્ત કરવી તેનું નામ ઊંચામાં ઊંચો ગૃહીધર્મ છે. પણ બાકીની જે પાપરૂપ વ્યાપારાદિની ક્રિયાઓ છે, તેની ગણના ગૃહીધર્મમાં નથી.
એ ગૃહીધર્મના પણ મૂળરૂપ સમ્યક્તની કરણી પણ શ્રી અરિહંત પરમાત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org