________________
૨૩
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
itta
“आजन्माराधिताद्देश-संयमाद्यत्फलं भवेत् ।
અન્તર્મુહૂર્તમાત્રા, તપુનઃ સર્વસંમત્િરા ” “જિંદગીભર આરાધેલા દેશ સંયમથી, એટલે કે શ્રાવક ધર્મથી જે ફળ થાય, તે ફળ સર્વસંયમથી એટલે કે સાધુધર્મથી એક અંતર્મુહૂર્ત માત્રામાં થાય છે.” કારણ કે :
"एगदिवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो ।
जइन वि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ।।३।।" “આત્મા અનન્ય મનવાળો થઈને એક દિવસ પણ પ્રવજ્યાને પામે તો
તે મોક્ષ ન પામે તો વૈમાનિક તો અવશ્ય થાય.” આથી : સ્પષ્ટ જ છે કે દીક્ષાનું મુખ્ય ફળ મોક્ષ છે અને દેવગતિ તો પ્રાસંગિક ફળ છે : એટલે કે એક પણ દિવસ અનન્ય ભાવનાથી અનંત ઉપકારી અનંતા તીર્થપતિઓએ અખંડપણે સેવી સેવીને ઉપદેશેલી દીક્ષા જો સેવાઈ જાય, તો જરૂર તે મોક્ષસુખને જ આપવાનું સામર્થ્ય ધરાવે છે. પણ સામગ્રીના અભાવે જો તેમ ન બને તો તે પરમતારક દીક્ષા અવશ્ય વૈમાનિકદેવપણું તો આપે જ આપે. વધુમાં :
એ જ રીતે તપ સંયમની અધિકતા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે –
"कंचणमणिसोवाणं, थंभसहस्सोसियं सुवण्णतलं ।
ના વરિષ નિદ, તો વિતવર્તનનો ગરિકો તારા” “જે કંચન અને મણીનાં પગથિયાંવાળું, હજારો સ્તંભોથી ઊંચું અને સુવર્ણના તળિયાવાળું જિનઘર - દેરાસર બનાવે, તેના કરતાં પણ તપસંયમની આચરણા કરનારો અધિક છે.”
એકલા બ્રહ્મચર્ય વ્રતની મહત્તા દર્શાવતાં પણ શાસ્ત્રકાર મહારાજાઓ એ જ ફરમાવે છે કે -
“ગો રે પાયોહિં, દવા વોરે પાન મi
तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए ।।१।।" “જે દાનમાં કનક-સુવર્ણની કોટિ એટલે કે કોટિ સોનૈયા આપે અથવા સુવર્ણનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય ન થાય કે જેટલું પુણ્ય બ્રહ્મવ્રત ધરનારને થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org