________________
1111
–– ૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત - 72
–
૨૫
જ સદાય પ્રયત્નશીલ સદૂગુરુઓનો પોતાના ગામમાં અભાવ હોય, ત્યારે ભોજન સમયે એકદમ ભોજન કરવા નથી બેસી જતો, પણ જમવા બેસતાં પહેલાં ઘરના દ્વાર આગળ ઊભો રહીને, દિશાઓનું અવલોકન કરે છે અને વિચારે છે કે આ અત્રાદિ સામગ્રી પાપથી બનેલી છે, આરંભ-સમારંભથી પેદા થઈ છે, હવે થઈ એ તો થઈ પણ જો એમ ને એમ એટલે સુપાત્રમાં દાન દીધા વિના જ ખાઉં, તો આ બનેલી વસ્તુથી લેવા યોગ્ય લાભ લઈ શકું નહિ, માટે જો કોઈ મહર્ષિ આવી ચડે તો મને આ વસ્તુથી પણ ઇષ્ટ લાભ થાય. આથી સમજાશે કે તૈયાર સામગ્રીમાંથી મુનિને આપવાની આ ભાવના છે, પણ મુનિ માટે ચૂલો સળગાવવાની ભાવના નથી. તેવી જ રીતે પૈસા છે તો દાન દઉં એ ભાવના ખરી, પણ દાન દેવા માટે પૈસો પેદા કરવાની ભાવના કરવાનું વિધાન પ્રભુશાસનમાં નથી.
શ્રી જિનપૂજન કરવું, અઠ્ઠાઈ ઉત્સવ કરવા અને તીર્થયાત્રાઓ માટે સંઘ કાઢવા, એ ગૃહસ્થાશ્રમમાં રહેલા માટે પ્રાપ્ત લક્ષ્મીને સાર્થક કરવા જરૂરી છે, પણ એ બધી ક્રિયાઓ કરવા માટે સર્વત્યાગમય દીક્ષા નહિ લેતાં ગૃહવાસમાં રહેવું, એમ કહેનારા એ શ્રી જિનશાસનથી સર્વથા અપરિચિત છે. એનો જ પ્રભાવ છે કે આજે “જૈનશાસન તો ગૃહસ્થો જ નિભાવી શકે માટે ગૃહવાસ સાચવવો જ જોઈએ ઃ ગૃહસ્થ ન હોય તો પૂજા કોણ ભણાવે અને સંઘ વગેરે કોણ કાઢે ? આથી દીક્ષાની જ ભાવનાને પ્રધાનપદ આપ્યા કરવું એ ઠીક નથી' - આ પ્રમાણે સંકોચરહિતપણે અમુક સ્વચ્છંદી વર્ગ તરફથી બોલાયા કરે છે ! પણ શ્રી જિનશાસનથી પરિચિત આત્માઓ તો સમજે જ છે કે એવું કથન શ્રી જિનશાસનથી સર્વથા વિપરીત જ છે. શ્રી જિનશાસનને યત્કિંચિત્ જાણનાર પણ એવું બોલવાની ભયંકર મૂર્ખાઈ તો ન જ આચરે, પણ જેને જિનશાસનની પડી જ ન હોય તેને શું ? બાકી સુવિહિતશિરોમણિ શાસ્ત્રકાર મહર્ષિઓ તો કહે છે કે -
કદાવર, થાનાર્વિન ચમ્
સ્થાને તુ સર્વવિક્ત-અનન્તપુપત્તોડધિમ્ પારા” “દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાનથી સર્વવિરતિનું સર્વથી જઘન્ય સ્થાન પણ અનંતગણું અધિક છે ? અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેશવિરતિ કરતાં નીચામાં નીચો પણ સર્વવિરતિ અનંતગુણ શુદ્ધ હોઈ શકે છે કારણ કે દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં સર્વવિરતિનું જઘન્ય સ્થાન પણ અનંતગુણ અધિક હોય છે.” એ જ હેતુથી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org