________________
૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ --
-
1110
“સાધુઓને જે વસ્તુ ન વહોરાવી હોય તે વસ્તુને શ્રાવકો કદી પણ વાપરતા નથી, એ કારણે ભોજન સમયે પુણયશાળી શ્રાવકો દ્વારનું અવલોકન કરે : અર્થાતુ ઘરના દ્વાર આગળ ઊભા રહી જુએ કે કોઈપણ દિશાએથી તારક મુનિવરોનું આગમન થાય છે યા નહિ ?”
આ વિધાન ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે દાનનું વિધાન કરતાં પણ ઉપકારીઓ વસ્તુની ઉત્પત્તિને કરવાનું નથી કહેતા, પણ ઉત્પન્ન થયેલી વસ્તુનું જ દાન કરવાનું કહે છે : કારણ કે દાન દેવાનું કારણ જ પ્રાપ્ત વસ્તુની સફળતા કરવી એ છે, એટલે દાન દેવા માટે પાપમાં પ્રવૃત્તિ કરવાની તો કોઈ ખાસ અપવાદિક કારણ સિવાય હોય જ શાની ? ન જ હોય.
એ જ કારણે : શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે“य आरम्भपरिग्रहप्रसक्तः कुटुम्बपरिपालननिमित्तं धनोपार्जनं करोति, तस्य धनोपार्जनं विफलं माभूदिति जिनभवनादौ धनव्ययः श्रेयानेव । न च धर्मार्थं धनोपार्जनं युक्तम् । થત: -
"धर्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी ।
प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।१।।" આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત બનેલો જે કુટુંબના પરિપાલન નિમિત્તે ધનનું ઉપાર્જન કરે છે, તેનું ધનોપાર્જન વિફલ ન થાય તે માટે શ્રી જિનમંદિર આદિમાં ધનનો વ્યય કલ્યાણકારી જ છે. બાકી ખાસ ધર્મ માટે ધનનું ઉપાર્જન કરવું એ યુક્ત નથી, કારણ કે પ્રભુશાસનના પરમાર્થવેદી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે“જે આત્માને ધર્મની ખાતર ધનની ઇચ્છા છે. તેની અનીહા એટલે નિઃસ્પૃહતા ખરે જ મોટી છે ! કારણ કે કાદવનું પ્રક્ષાલન કરવા કરતાં
કાદવને બિલકુલ સ્પર્શ ન કરવો એ જ શ્રેષ્ઠ છે.
એટલે કે જે એમ જાણે છે કે કાદવનો સ્પર્શ કર્યા પછી તેનું પ્રક્ષાલન કર્યા વિના ચાલતું જ નથી, તે કાદવને સ્પર્શ કરવાની મૂર્ખાઈ કદી જ નથી કરતો. તેની માફક જે ધર્માત્મા જાણે છે કે “આરંભ અને પરિગ્રહરૂપ પાપથી બચવા માટે જ દાનનું વિધાન છે' તેને ધર્મ માટે ધન પેદા કરવાની ઇચ્છા થતી જ નથી અને થાય તો એ ન થાય એ જ વધારે સારું છે એમ કહેવું જ પડશે.
આવી જ રીતે જે પુણ્યાત્મા શ્રાવક પોતાની શ્રાવકપણાની વિધિનું પાલન કરવામાં કુશળ છે, તે સંસારસાગરથી તરવાની અને તારવાની ક્રિયાને કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org