________________
1109
૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત
કે અસંવિશ સાધુઓથી ભવિત છે ?, અત્યારે સુકાળ છે કે દુકાળ છે ?-તેમજ દેવાયોગ્ય દ્રવ્ય સુલભ છે કે દુર્લભ ? ઇત્યાદિ વિચારીને અને પુરુષની અપેક્ષાએ આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાલ, વૃદ્ધ, ગ્લાન, સહન કરી શકે તેવા કે સહન ન કરી શકે તેવા વગેરેને બરાબર જાણી સ્પર્ધા, મોટાઈ, મત્સર, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, દેખાદેખી, સામા તરફથી બદલાની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર, અપ્રિયવચન, પશ્ચાત્તાપ અને દીનમુખ આદિ દોષોનું વર્જન કરવાપૂર્વક, એકાંતે પોતાના આત્માના ઉપકારની બુદ્ધિથી જ બેંતાલીસ ભિક્ષાના દોષો આદિથી અદૂષિત સઘળાં પોતાનાં અન્ન, પાન અને વસ્ત્રાદિકનું ભોજનાદિના અનુક્રમે પોતે દાન આપે અથવા તો પાસે ઊભા રહીને પોતાની સ્ત્રી આદિની પાસે અપાવે, કારણ કે ‘દિનકૃત્ય’ નામના વૃત્તિવાળા ગ્રંથમાં ફરમાવ્યું છે કે -
-
72
“વૈદ્ય જેમ દેશકાલાદિને વિચારીને વ્યાધિવાળાની ચિકિત્સા કરે, તેમ શ્રાવક પણ ‘મગધ અને અવંતિ આદિ દેશ સાધુવિહાર માટે યોગ્ય છે કે અયોગ્ય, આ ક્ષેત્ર સંવિગ્નોથી ભાવિત છે કે અભાવિત, આ દ્રવ્ય સુલભ છે કે દુર્લભ, આ કાલ સુભિક્ષ છે કે દુર્ભિક્ષ અને આ પુરુષ આચાર્ય છે, ઉપાધ્યાય છે, બાલ છે, વૃદ્ધ છે, ગ્લાન છે, સમર્થ છે કે અસમર્થ છે, ઇત્યાદિ જાણીને તે પછી આહારાદિકના દાનની પ્રવૃત્તિ કરે.’ તે ક્રિયા કરતાં -
-
-
“સાધુપુરુષોને વહોરાવવા માટે જે જે યોગ્ય હોય તે તે સર્વને નામગ્રહણપૂર્વક એટલે આ વસ્તુ છે અને આ અમુક વસ્તુ છે એમ નિરંતર કહે, નહિ તો પૂર્વે કરેલું નિમંત્રણ નિષ્ફળ જાય છે. વહોરાવવા યોગ્ય સઘળી વસ્તુઓને નામપૂર્વક કહ્યા પછી જો સાધુઓ તે તે વસ્તુને ન વહોરે તો પણ કહેનારને તો વહોરાવ્યા જેટલું જ પુણ્ય થાય છે જ અને નહિ કહેવાથી વસ્તુને જોવા છતાં પણ સાધુઓ યાચના કરી વહોરે નહીં એ હાનિ છે.’
Jain Education International
માટે – “એ પ્રમાણે ગુરુઓને વહોરાવીને અને વાંદીને ઘરનાં દ્વાર આદિ સુધી પાછળ જઈને શ્રાવક પાછો ફરે.’
For Private & Personal Use Only
પણ – ‘હવે જો પોતાના ગામમાં સાધુનો અભાવ હોય, તો પુણ્યશાલી શ્રાવક અનભ્રવૃષ્ટિ એટલે વાદળાં વિનાની વૃષ્ટિની માફક કદાચ સાધુઓનું આગમન થઈ જાય, તો હું કૃતાર્થ થાઉં એવી બુદ્ધિથી દિશાઓનું અવલોકન કરે. આ વાત કહેતાં ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે
૨૩
www.jainelibrary.org