________________
૨૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
-
विचार्य व्याधिमतश्चिकित्सां करोत्येवं श्रावकोऽपि । ततः क्रियामाहारादिदानरूपां प्रयुङ्कत
રૂતિ તકૃતિઃ ।"
तत्र च साधुनां यद्योग्यं तत्तत्सर्वं विहारयितुं प्रत्यहं नामग्राहं कथयति, अन्यथा प्राकृतनिमन्त्रणस्य वैफल्यापत्तेः, नामग्राहं कथने तु यदि साधवो न विहरन्ति तथापि कथयितुः पुण्यं स्यादेव, अकथने तुं विलोक्यमानमपि साधवो न विहरन्तीति हानिः । एवं गुरुन् प्रतिलभ्य वन्दित्वा च गृहद्वारादि यावदनुव्रज्य च निवर्तते । साध्वभावे त्वनभ्रवृष्टिवत् साध्वागमनं जातु स्यात्तदा कृतार्थः स्यामिति दिगालोकं कुर्यात् तथा चाहुः -
"जं साहूण न दिण्णं कहिंपि तं सावया न भुंजंति । पत्ते भोअणसमये, बारस्सा लोअणं कुज्जा ।।१।। "
“શ્રાવક ભોજનના સમયે સાધુઓને નિમંત્રણ કરીને, તે પૂજ્યોની સાથે પોતાને ઘેર આવે છે અથવા તો સહેજે પોતાના ઘર તરફ આવતા મુનિઓને જોઈને તે પૂજ્યોની સામે જાય છે અને વંદન તથા વિનંતિ વગેરે કરે છે. કારણ કે ‘શ્રાવકો માટે સાધુપુરુષોને ‘પ્રતિપત્તિપૂર્વક’ એટલે ગૌરવપૂર્વક વહોરાવવું એ જ ન્યાયયુક્ત છે.’
“સાધુપુરુષોની પ્રતિપત્તિ કેવી રીતે કરવી જોઈએ, તેનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે -
“સદ્ગુરુને જોવાની સાથે જ સંભ્રમપૂર્વક આસનનો ત્યાગ કરી ઊભા થવું, સદ્ગુરુ પધારતા હોય તો સામે જવું, નમો સમાસમળાં' આ વચનના ઉચ્ચારપૂર્વક, સદ્ગુરુનાં દર્શનની સાથે જ મસ્તક ઉપર અંજલિ કરવી, બીજાની પાસે ન અપાવતાં પોતે જ આસન આપવું, સદ્ગુરુ આસન ઉપર બેઠા પછી જ પોતે બેસવું, ભક્તિપૂર્વક વંદના અને પર્યુપાસના એટલે સેવા અને સદ્ગુરુ પધારે ત્યારે તે તારકને મૂકવા માટે કેટલાંક પગલાં સદ્ગુરુની પાછળ જવું.’ - આ પ્રમાણે કરવું એ સદ્ગુરુની ‘પ્રતિપત્તિ’ કહેવાય છે.
Jain Education International
“દિનકૃત્ય” (શ્રાદ્ધ દિનકૃત્ય) નામના ગ્રંથમાં પણ ફરમાવ્યું છે કે ‘આસન માટે નિમંત્રણ કર્યા પછી પરિજન પરિવારની સાથે શ્રાવક ક્ષમાદિ ગુણોએ કરીને સંયુક્ત એવા તે મુનિવરોને વંદન કરે છે.’ આ પ્રમાણેની -
“પ્રતિપત્તિ કરીને વિનયપૂર્વક આ ક્ષેત્ર સંવિગ્ન સાધુઓથી ભાવિત છે
For Private & Personal Use Only
1108
-
www.jainelibrary.org