________________
1187
– ૬ : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76 –– ૧૦૧
છે. રાજસત્તાની છૂપી પોલીસ ગુનેગારને વાતમાં પકડે અને પટાવાળાના હાથમાં હોશિયાર ગુનેગાર ઝટ ન આવે, કારણ કે વાઘ જેવા એને આવતો જોઈને જ ગુનેગાર નાસી જાય, પણ છૂપી પોલીસ તો ઓળખાય નહિ, મિત્ર બનીને વાતો કરે, ચહા પણ પાય અને ધીમે ધીમે ગુનો પકડી, ગુનેગારને પકડે અને એના હાથમાં પકડાયા પછી છુટાય નહિ! એ જ રીતે કર્મસત્તા એ પણ છૂપી પોલીસ જેવી છે.
કેટલાક કહે છે કે ધર્મના કાયદા પકડતા નથીને! પણ વિચારે તો સમજાય કે એ કાયદામાંથી કોઈ પણ રીતે છટકાય તેમ નથી. ગવર્નમેન્ટ બે જાતની પોલીસ રાખી છે, જ્યારે અહીં કર્મસત્તા એક જ છૂપી પોલીસ એવી જબરી કે ગમે તેવા પણ ગુનેગારને છોડે જ નહિ. પ્રામાણિક પોલીસની માફક લાંચ ન લે એટલે વગર ગુને પકડે નહિ અને પકડે એને છોડે નહિ ! પણ અજ્ઞાનીઓ આ વાત સમજી શકતા નથી, માટે જ મોહથી મૂંઝાય છે અને એ પ્રતાપ મિથ્યાત્વનો જ છે.
દુઃખનાં સાધનને સુખનું સાધન માનવું, એ પણ મિથ્યાત્વ છે. એ દશામાં કોઈ ગમે તેટલાં પાનાં ભણે છતાં પણ તે જ્ઞાની ન કહેવાય, પણ અજ્ઞાની જ કહેવાય. અભવી સાડા નવ પૂર્વ ભણે છતાં અજ્ઞાની કહેવાય છે, કારણ કે પૌલિક સાધનને દુઃખનાં સાધન તરીકે એ માનતો નથી. શ્રી તીર્થંકરદેવની
ઋદ્ધિ જોઈને એને એમ થાય કે “મને પણ આવી ઋદ્ધિ મળે, આવા સિંહાસને બેસવાનું મળે, દેવતાઓ આવી રીતે હાથ જોડે અને મને પણ જગતનો તારક કહે.' છત્ર-ચામર વગેરે નજરે જુએ અને એ જોઈને એમાં રાચે. જે સાધનો તીર્થંકરદેવને સાધક, તે જ સાધનો અને બાધક થાય છે.
બીજાને સમજાવે બરાબર, કારણ કે એ માને છે કે આવું બોલવાથી આવું મળે માટે એ એવું સમજાવે. પૈસા લેનાર ધારાશાસ્ત્રી પોતાના અસીલને ખૂની જાણે ખરો, પણ બચાવ એવો કરે કે સામાને એમ લાગે કે આ ગુનેગાર નથી જ. ધારાશાસ્ત્રી ખૂનીનો પણ બચાવ શાથી કરે ? કહેવું જ પડશે કે એનો બચાવ કરે તો જ પૈસા મળે એમ છે. એવી રીતે અભવી પણ સાચો ઉપદેશ એટલા જ માટે દે કે એથી આવી ઋદ્ધિ વગેરે મળે છે એમ એ માને છે; એટલે એ બીજાને સાચું સમજાવે, પણ એ સત્યની કિંમત એને પોતાને નથી હોતી. કારણ કે પૌદ્ગલિક સાધન દુ:ખનાં સાધન છે, એમ એને નથી લાગતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org