________________
૧૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1186
આજે એવા ઘણા છે કે જેઓ પોતાને ભણેલા, ગણેલા અને હોશિયાર માને છે, અને મનાવે છે તે છતાં પણ વિષયસેવન એ દુઃખનું કારણ છે એમ માનતા જ નથી. તેવાઓને માટે કહેવું પડશે જ કે તેવાઓમાં સમ્યક્ત તો દૂર રહો પણ સામાન્ય આત્માઓમાં સંભવી શકે તેવો અનુભવ પણ નથી ! વિચારો કે દુઃખના સાધનને સુખનું સાધન માને ત્યાં સમ્યક્ત રહે ? વિષયને છોડે નહિ એટલા માત્રથી સમ્યક્ત ન જાય એ સાચું, પણ વિષયને સુખનું સાધન માને તો સમ્યક્ત કેમ રહે ? મોહના ઉદયથી ક્ષણવાર એમ થઈ જાય, ભાવના મંદ પણ પડે, પણ થોડી વાર બાદ તરત જ એને એમાં પોતાની ભૂલ દેખાય. હાથમાં દીવો હોય અને આંખો ઉઘાડી હોય, છતાં અંધારું કેમ લાગે ? જેને છતે દીવે અને છતી આંખે અંધારું લાગે, તેની એ દશા કઈ ? કહેવું જ પડશે કે “ભયંકર'. માટે જ કહું છું કે દુઃખના સાધનને સુખનું સાધન માનવું અને સુખના સાધનને દુઃખનું સાધન માનવું એ જ ભયંકર છે અને એનું નામ જ મિથ્યાત્વ છે.
જો કે દુનિયામાં કોઈ પણ જીવ દુઃખને નથી ઇચ્છતો, ધર્મના વિરોધી તરીકે જેને ઓળખી શકીએ એ બિચારા પણ દુ:ખ નથી ઇચ્છતા પણ સુખને જ ઇચ્છે છે, પણ અજ્ઞાનીઓની મતિ એવી મૂંઝાયેલી છે કે દુઃખના સાધનને જ સુખનું સાધન માને. એ જ કારણે એવાઓ દયાપાત્ર છે, તેઓ ગમે તેમ વર્તે તો પણ દયાપાત્ર છે , પણ એ દયાપાત્ર એવા કે ઉપેક્ષા કરવા જેવા. જો એની દયા કરવા જાઓ તો પણ માર ખાઈ બેસો, કારણ કે કેટલાક દરદીઓ એવા પણ હોય છે કે જેઓની સેવા કરવી એ પણ મુશ્કેલ હોય છે, અને દર્દી પણ કેટલાંક એવાં હોય છે કે પાસે જવાથી પણ ચેપ લાગે. એ રીતે કેટલાક દયાપાત્રોની દશા પણ ચેપી રોગ જેવી છે. દવા ખવડાવવા જનારને ખાઈ જાય, એવી એ પાપાત્માઓની હાલત છે અને એનું કારણ એ છે કે દુઃખના સાધનને જ સુખનું સાધન માને છે. મોહનો નશો જ એવો છે કે દુ:ખના સાધનને દુ:ખના સાધન તરીકે દેખાવા ન દે. સત્તાએ અનંતજ્ઞાનના ધણી આત્માને પણ દુ:ખના સાધનમાં દુઃખ દેખાવા ન દે. જ્યારે વિપાક ખુલ્લો થાય ત્યારે જ એ ભાઈસાહેબને ભાન આવે કે “મરી ગયો અને એ વિપાક પણ ત્યારે જ ખુલ્લો થાય કે જ્યારે છટકવાની એક પણ બારી ન હોય. ત્યાં સુધી તો મોહ પંપાળે, ભુલાવે, મૂંઝવે અને અધિક અધિક ફસાવે અને તે ત્યાં સુધી કે કશું ભાન પણ ન રહેવા દે. એકેંદ્રિય વગેરે તો અસંજ્ઞી છે, પણ પંચેંદ્રિય સંજ્ઞીની વાત છે. એ પણ મોહની ચાલાકીથી મૂંઝાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org