________________
૧૦૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
મૂર્ખનો સંગ સર્વત્ર ત્યાજ્ય છે !
અભવી મોક્ષને માનતો જ નથી હોતો. બીજા પાસે વાંચે બરાબર, કહે બરાબર, સમજાવે બરાબર, પણ એ આત્મદળ જ એવું છે કે એને હૈયામાં ન જચે. આજે એવા પણ પડ્યા છે કે અસત્યથી થતી હાનિ એ વિષય પર લખવા કે બોલવા બેસે, તો એવું લખે અને એવું બોલે કે સત્યવાદનાં લખાણ તથા વચનને પણ ઝાંખાં પાડે, પણ એની કાર્યવાહીમાં અસત્ય ચાલુ જ હોય ! એવું અસત્ય ચાલુ હોય કે ન પૂછો વાત ! કોઈ પૂછે કે આમ કેમ ? તો કહે કે એ તો પૉલિસી છે, કારણ કે એમના જીવનમાં સત્યાંશ મળે જ નહિ ! શ્રી જૈનશાસનમાં એવાની કિંમત એક ફૂટી કોડી જેટલી પણ નથી. અભવી ગમે તેવો શુદ્ધ વક્તા હોય, પણ એ અભવી છે એમ જાણ્યા પછી એનો સહવાસ નહિ કરવાની આજ્ઞા છે. ન જણાય ત્યાં સુધી એ લાભ આપે, પણ તે પછી ન આપે.
1188
પૌદ્ગલિક વસ્તુને સુખનું સાધન માનવું, એ જ મોટામાં મોટી ખામી છે, અને એને લઈને જ એના હાથમાં બીજી વસ્તુ આવતી નથી. સુખ તો સૌ ઇચ્છે છે, દુઃખ કોઈ નથી ઇચ્છતું, પણ સુખ ઇચ્છનાર બધાને ધર્મના અર્થી ન માનતા. સુખની ભાવનાવાળા બધા જ ધર્મરસિક છે એવું પણ ન માનતા, કારણ કે પૌદ્ગલિક સુખની સાધના માટે પણ ધર્મને ઘણા સેવે છે. પૌદ્ગલિક સુખ માટે દુનિયાના કયા જીવો બીજાની આધીનતા, સેવા, ચાકરી વગેરે નથી કરતા ?
Jain Education International
ઘણા કહે છે ને કે ચમત્કાર વિના ધર્મપ્રેમ ન થાય. એ ચમત્કાર શો ? એ જ કે લક્ષ્મી વગેરે મળે, ધારેલું પૌલિક સુખ મળે, ત્યાં સંસા૨૨સિક જીવો અધ્ધર રહે. ઘમંડીમાં ધમંડી હોય, કે જે દેવ-ગુરુ આગળ પણ અક્કડ ઊભો રહે, તે પણ એના સાહેબ (ઉપરી) પાસે કેવી રીતે ઊભો રહે છે ? અહીં દેવગુરુ પાસે નમવામાં ઉલ્લંઠોને શરમ આવે અને કહે કે અમે આવા ભણેલા ને ત્યાં નમીએ ? પણ સાહેબ પાસે નમતાં એ અભિમાન કચાં ચાલ્યું જાય છે ? કહેવું જ પડશે કે ત્યાં ઇચ્છિત મળે છે ! એ જ રીતનું ધર્મમાંથી પણ એમને ઇચ્છિત જોઈએ છે. દેવ-ગુરુ પણ જો એમની મરજી મુજબ આપે તો હમણાં સલામ ભરે, કારણ કે સલામ ભરવામાં કાંઈ એમને નાનમ નથી લાગતી. શ્રી શાલિભદ્રજીને સલામ ભરવી નહોતી ગમતી, એવા એ લોકો નથી. શ્રી શાલિભદ્રજીના જેવી ભાવનાવાળા તેવાઓ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org