________________
119 --- : માથે કોને રાખવા. કોને ના રાખવા - 76
–
૧૦૩
શ્રી શાલિભદ્રજીને તો નિરર્થક “સ્વામી’ શબ્દ ખટકતો હતો. એમણે વિચાર્યું કે હું પણ મનુષ્ય અને શ્રેણિક પણ મનુષ્ય, છતાં એ સ્વામી અને હું સેવક ? હવે એવાની સેવા કરું કે જેની સેવાથી મારું સેવકપણું જાય.” એ બુદ્ધિથી સ્વામી શબ્દ શ્રી શાલિભદ્રજીને ખટકતો હતો. આજના તો સ્વાર્થ સરતો હોય તો ગમે તેને સ્વામી નહિ પણ મહાસ્વામી પણ કહે. આ દેવ-ગુરુ તો એવા છે કે આપે કાંઈ નહિ, ઊલટું છોડાવે અને માલિક કહેવરાવે. એમને માથું નમાવવું પડે અને ઉપરથી કહે કે તમારી તમે કહો તેવી ચિંતા અમે ન કરીએ. એટલા જ માટે આ દેવ-ગુરુને નમવું એ એવાઓને પાલવતું નથી. એમનું ધારેલું - પછી ભલે તે ગમે તેવું ભયંકર હોય - એવું કંઈક દેતા હોય તો ક્ષણમાં અનેક વાર પગે લાગે, પણ એમ નથી એટલે જ તેઓ એ માનતા નથી અને ઉપરથી એમ કહે છે કે “અમારા આધારે જીવે, અમારાથી એમનું ટટ્ટ ચાલે અને એ પોતાને ગુરુ મનાવે એ અમને કેમ પાલવે ?” આથી જ હું કહું છું કે એવાઓના તમે ચિકિત્સક બનો, એટલે કે બોલનારાના ભાવને પરખો, એવા ઉલ્લંઠોની રગ પરખો. જેટલા એમને નહિ ઓળખે તેટલા બધા જ એમના હાથને માર ખાવાના છે. હું તો કહું છું કે એમના પડખે ઊભેલા સાધુઓની પણ પરિણામે આ લોકમાં પણ ભયંકર દુર્દશા જ છે, કારણ કે એવાઓ સાધુતાના પૂજારી નથી પણ પોતાના મંતવ્યની પુષ્ટિના જ પૂજારી છે, એટલે જે સમયે પોતાનું મંતવ્ય જો એમનાથી પણ હણાશે, તો તે જ સમયે એમને પણ ઊંચકીને ક્યાંય ફેંકી દેશે.
સભા : મંતવ્યની પુષ્ટિ માટે તો એમને ઓઠા તરીકે રાખ્યા છે.
આથી જ કહ્યું છે કે દુર્જનના પડખે રહેવું એ પણ બહુ ભયંકર છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે હોશિયાર સારા વૈદ્યને હાથે મરવું સારું, પણ ઊંટવૈદ્યના હાથે જીવવું ખોટું તેમ સારાના સહવાસના યોગે જાન જાય તેનું દુઃખ નથી, પણ દુષ્ટની સોબતથી માન મળે તેથી પણ ભયંકર દુઃખ છે, કારણ કે એથી ભયંકર નુકસાન છે. એ જ કારણે કહેવાય છે કે મૂખની સાથે મેળ રાખવાથી ધોળે દિવસે લિલામ થાય. નીતિકાર પણ કહે છે કે –
ર મૂર્ણનનાં, સુરેમવર્ષાપિ ni" સુરેન્દ્રના ભવનમાં પણ મૂર્ખજનનો સંસર્ગ સારો નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org