________________
૧૦૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
અર્થાત્ -
સારા માણસે જ્યાં મૂર્ખની સોબત મળતી હોય તેવું સુરેન્દ્રભુવન મળે, તોય મૂર્ખાની સોબત ન કરવી. સુરેન્દ્રભવનની, પણ ત્યાં મુર્ખનો સંગ કરવો પડતો હોય તો, ઇચ્છા કરવી જોઈએ નહિ, કારણ કે ત્યાં પણ એ ભયંકર છે.
1190
સભા : શું સ્વર્ગલોકમાં પણ મૂર્ખ હોય છે ?
હા. મૂર્ખાઓ તો આખીયે દુનિયામાં હોય, એટલે કે ત્રણેય લોકમાં હોય. મૂર્ખાઓની ખોટ કોઈ પણ જગ્યાએ નથી ! જ્યાં હોય ત્યાં ડાહ્યાઓની જ ખોટ પડે છે !
Jain Education International
સભા : સાહેબ ! દેવ તો વિબુધ કહેવાય છે ને ?
હા ! પણ બધાય ઓછા જ એવા હોય ? માણસ તો બધા કહેવાય છે પણ ભેદ છે ને ? તે રીતે દેવલોકોમાં પણ એવા છે કે વિના કારણ અનર્થ મચાવે. સંગમ પણ દેવતા જ હતો ને ? ખરેખર, વિચાર કરતાં એમ જ લાગે છે કે જાણે અત્યારના વિરોધીઓ સંગમના વારસામાંથી જ ન ઊતરેલા હોય ! જાણે સંગમનો વારસો જ એમને મળેલો હોય એમ લાગે છે ! અન્યથા ભગવાન શ્રી મહાવીરદેવનાં ગુણગાન શ્રી સુધર્મ ઇંદ્ર કરે અને અન્ય સઘળાય દેવતાઓ સાંભળે તેમાં સંગમને જેમ બળતરા થઈ, એવી રીતે આપણે ભગવાનના ઉત્સવો, અનુષ્ઠાનો વગેરે કરીએ, તેમાં લોકને બળતરા કેમ થાય ? અમે જેને બાપ માનીએ, પરમ તારક માનીએ, તેને માટે અમે બધું કરીએ તેમાં એમને કેમ ન ખમાય ? એ લોકો પણ પોતે જેને માને છે, એના સરઘસ માટે કેટલું કરે છે ? અહીં એટલે પ્રભુની સેવા વગેરેમાં થતાં ખર્ચને વ્યર્થ કહેવડાવનારાઓ પોતે, પોતે માનેલા દેશના આગેવાનના સરઘસ માટે કેટલું કરે છે ? મહાસભા થાય ત્યારે શું ખર્ચ નથી થતો ? ઘણીયે સ્પેશિયલો દોડે છે, છતાંય ત્યાં ખર્ચ થાય તેમાં વાંધો નહિ ! પણ ત્યાં તો કહે છે કે જાગૃતિ થાય, અમારો વોઇસ (અવાજ) બધે જ પહોંચે ! ગઈ સાલ મહાસભાના પ્રમુખને માન કેટલું આપ્યું હતું ? ચોત્રીસ ઘોડાની બગીનું માન આપ્યું હતું અને એમને હિંદના તાજ વગરના રાજા કહ્યા હતા. કહો કે શાથી ? તો એ લોકોએ માન્યું કે આ કાર્યવાહીમાં સ્વાર્થસિદ્ધિ સમાઈ છે એથી. તેમ જો તમે જેને મોટા માનો તેને માટે આટલું કરો, તો અમે જેને અમારા તા૨ક માનીએ તેને માટે જે કાંઈ કરીએ તેમાં તમને શા માટે લાગે છે ? ત્યાં તો સારા પરિણામની સિદ્ધિની શંકા છે, જ્યારે અહીં એટલે દેવગુરુના આરાધનમાં તો પરિણામસિદ્ધિ નિશ્ચિત
For Private & Personal Use Only
www.jainelibrary.org