________________
૧૬૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
“પુમર્ણા દૂ ચત્તાર:, જામાર્થો તંત્ર ખમિનામ્ | अर्थभूतौ नामधेया- दनर्थौ परमार्थतः । । १ । । अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारणः ।।२।। अनन्तदुःखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्यागपरिप्राप्ति हेतुर्धर्मं विना न हि ॥ ३ ॥
मार्गं श्रितो यथा दूरं क्रमात् पडुरपि व्रजेत् । ધર્મસ્થો ઇનજર્માપિ, તથા મોક્ષમવાળુયાત્ ।।૪।"
‘આ સંસારમાં પુરુષાર્થો ચાર છે, તેમાં પ્રાણીઓને કામ અને અર્થ નામના પુરુષાર્થો તો નામના જ અર્થભૂત છે, પણ પરમાર્થથી તો અનર્થરૂપ છે ઃ અર્થાત્ ‘કામ, અર્થ, ધર્મ અને મોક્ષ' આ ચાર પુરુષાર્થ આ સંસારમાં મનાય છે, પણ એમાંના પ્રથમના ‘કામ અને અર્થ' આ બે તો જીવો માટે નામના જ અર્થરૂપ છે, પણ પરમાર્થે કરીને તો એ બે જીવો માટે અનર્થરૂપ એટલે અનર્થને જ કરનારા છે.’ આ હેતુથી - ‘આ સંસારમાં પુરુષાર્થો ચાર ગણાય છે ખરા, પણ સાચો પારમાર્થિક પુરુષાર્થ તો એક મોક્ષ જ છે અને સંસારસાગરથી તારનાર ધર્મ તે ‘મોક્ષ’ નામના પારમાર્થિક પુરુષાર્થનું કારણ છે અને તે ધર્મ સંયમાદિ દશ પ્રકારનો છે.’ વળી –
‘આ સંસાર અનંત દુઃખમય છે અને મોક્ષ અનંત સુખમય છે. એ સંસારના ત્યાગનું અને મોક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના કોઈ પણ નથી.’ એટલે -
‘જેમ માર્ગે ચડેલો પાંગળો પણ ક્રમે કરીને દૂર જાય, તેમ ધર્મને પામેલો આત્મા ઘણા કર્મોવાળો હોવા છતાં પણ મોક્ષને પામે.’
વિચારો કે આવા એકાંત ઉપકારી, યોગ અને ક્ષેમના કરનારા નાથના અનુયાયીઓએ એ નાથના આ નિર્વાણદિવસે પોતાના આત્માને કઈ ભાવનાથી રંગવો જોઈએ ? ખરે જ, આજે તો સાચા અનુયાયીઓનાં હૃદયો ઊછળવાં જોઈએ. આજના દિવસની રાત્રિના છેલ્લા ભાગનો પ્રસંગ પ્રભુનિર્વાણનો અને કાલની સવારનો પ્રસંગ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયાનો. એક રીતે બેય પ્રસંગો અનુપમ ગણાય. પ્રભુશાસનમાં થતા શોક અને હર્ષ બેય
Jain Education International
1246
For Private & Personal Use Only
www.jainelibrary.org