________________
૯ : દિવાળીની દેશના અને માગણી - 79
સારો કહેવામાં આવે તો પણ કોઈ લેવા ન જાય ! કારણ કે બધા જ સંસારના સંગી છે, બધા સોબતી તો સંસારના છે, જ્યાં બેઠા છે ત્યાં દૃઢ રુચિવાળા છે, એટલે એ રુચિ ન ઘટે, ત્યાંનું મમત્વ ઓછું ન થાય, ત્યાં સુધી ધર્મને ગમે તેવો સારો કહો, તો પણ કોઈ સાંભળે નહિ અને કદી કોઈ સાંભળે તો માને નહિ, અગર મતલબ પૂરતો સાંભળે, માટે પ્રથમ સંસારની અસારતા બતાવવી જોઈએ. સંસારની અસારતા પ્રથમ બતાવવામાં એક જ હેતુ છે કે જગતનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય પ્રગટ થાય. એ પ્રગટ થયા પછી ધર્મ કરાવવાની વધુ ચિંતા કરવી ન પડે. જેને અંશે પણ નિર્વેદ તથા વૈરાગ્ય થાય, તેને ધર્મ કરવાનું વધુ કહેવું ન પડે. ઔષધ એવું જોઈએ કે રુચિ પેદા થાય, જેથી ખાવા આપોઆપ માર્ગ : સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ ગમે તે ચીજ મોંમાં નાખે. રુચિનો એ ધર્મ કે આત્માને ત્યાં વાળે. રુચિ વિના મહેનત નકામી. આથી જ સંસાર પ્રત્યે અરુચિ અને ધર્મ પ્રત્યે રુચિ જગાડવાની જરૂર છે. માટે સમજો કે સંસારમાં ચારે ગતિમાંથી એક પણ ગતિમાં વાસ્તવિક સુખનો એક પણ અંશ નથી, કિંતુ બધામાં દુઃખ જ છે. સુખ લાગે છે તે પણ નાશવંત, અસ્થિર અને પરિણામે આત્માને બગાડનારું દુર્ગતિએ લઈ જનારું છે. પણ આ વાત ચારે મનાય અને કોણ માને ? કહેવું જ પડશે કે જ્યારે અનંતજ્ઞાનીઓના વચન ઉપર અખંડિત આસ્થા થાય ત્યારે જ ! અને એ વાત પણ ખરી છે કે જેણે સંસારની બધી ચીજોમાં સુખ માન્યું છે, ત્યાં બધે જ દુ:ખની ભાવના અને દુઃખની વાત આસ્થા વિના કઈ રીતે માને ? માટે એ તો સ્પષ્ટ જ છે કે આવા ઉપકારીઓ જગતને સુખી બનાવવા માટે જે જે કહી ગયા, તે બધુંય માનવું જ જોઈએ, એ આસ્થા હોય તો જ મનાય. વીરવિભુની અંતિમ દેશના :
1245
ભાગ્યશાળીઓ ! આજે તે દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી મહાવીરદેવે છેલ્લી વખતે સોળ પ્રહર સુધી દેશના દીધી છે : અખંડિતપણે દેશના દીધી છે : રોજ તો બે પ્રહર દેશના દેતા, પણ મોક્ષે જતાં જતાં છેલ્લે સોળ પહો૨ સુધી દેશના દીધી : કેવળ જગતના ઉદ્ધાર માટે એ ત્રણ જગતના ઉપકારી સ્વામીએ સોળ પહોર સુધી ધારાબદ્ધ દેશના દીધી. પોતાની એ અંતિમ દેશનાની શરૂઆતમાં જ એ અનંત ઉપકારી અને આ અવસર્પિણીના છેલ્લા તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવી૨ ૫૨માત્માએ ફરમાવ્યું છે કે -
Jain Education International
૧૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org