________________
૧૫૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
12
સંસાર ઉપરની રુચિના અભાવ વિના ધર્મ ઉપર રુચિ થાય જ નહિ. ધર્મ તો પરોક્ષ ફળ : ધર્મ કાંઈ કહીને ફળ નથી આપતો : માટે જે સ્થાનમાં બેઠા છો, જે સ્થાનને સેવો છો, તેના પ્રત્યે અરુચિ ન થાય, ત્યાં સુધી અપરિચિત ધર્મ ઉપર પ્રેમ થવાનું કારણ ક્યાં છે ? જે સ્થાનમાં બેઠા છો ત્યાં ઇચ્છિત મળે તેમ નથી. પણ જે જોઈએ છે એનાથી વિપરીત મળે છે, એ સમજાય તો જ ધર્મ ઉપર રાગ થાય ને ? જ્યાં છીએ ત્યાં શ્રેય નથી અને ધર્મ એ કાંઈક નવી અને અસાધારણ ચીજ છે, એમ થાય તો જ તેના પ્રત્યેની જિજ્ઞાસા જાગે. ધર્મમાં તો છોડવાનું છે, લેવાનું છે જ નહિ: મળવાનું તો મળશે ત્યારે ખરું, પણ અત્યારે તો બધું છોડવાનું જ છે સમય કાઢવો અને વ્યવહારનાં કામ છોડવાં, એ રીતે ધર્મના સંયોગો બધા એવા કે જેમાં છોડવું જ પડે. ધર્મની ખાતર આ બધું છોડવાનું મન કયારે થાય? ત્યારે જ કે જ્યારે ધર્મ ઉપર રુચિ થાય.
વળી ધર્મ કરવાથી આ બધું મળે, એટલે કે ધર્મ માટે દુન્યવી પદાર્થો છોડવાથી પાછા એ વધારે મળે એ ઇચ્છાથી છોડવું, એ વાસ્તવિક રીતે છોડ્યું ન કહેવાય ? કારણ કે એ કાંઈ ધર્મની રુચિ ન કહેવાય, પણ એ તો દુનિયાદારીના તુચ્છ પદાર્થોને લેવાની જ રુચિ થઈ કહેવાય.
નૈસર્ગિક રીતે કે ઉપદેશથી પણ આ દુન્યવી પદાર્થો ઠીક નથી, એમાં શ્રેયઃ નથી, એમ સમજાય તો જ ધર્મની સાચી રુચિ થાય. નિર્વેદ થયા પછી વૈરાગ્ય આવે. એ ન હોય ત્યાં સુધી સંસારની રુચિ ઘટતી નથી અને સંસારની રુચિ ઘટે નહિ ત્યાં સુધી ધર્મરુચિ પેદા ન થાય.
વિષય અને ધર્મને મેળ નથી એમાં ઘણું અંતર છે : વિષય અને વિરાગ બે ભિન્ન છે : વિષયનું મમત્વ બેઠું હોય ત્યાં વૈરાગ્ય કેમ આવે? અને વૈરાગ્ય હોય ત્યાં વિષયનું મમત્વ કેમ હોય ? ન જ હોય, અર્થાત્ વિષયમમત્વ હોય ત્યાં વૈરાગ્ય ન આવે. આ વસ્તુ ધ્યાનપૂર્વક વિચારાય તો વસ્તુ બરાબર સમજાય અને એ પણ સમજાય કે ધર્મની સાચી રુચિ પેદા કરવા માટે નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. “સંસારની અસારતા પહેલાં કહેવાનું કારણ :
દરેક જ્ઞાની પોતાની દેશનાની શરૂઆતમાં ‘મારો સંસાર:' એમ કહે છે, એનું કારણ એ જ કે જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી ધર્મને ગમે તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org