________________
૯ : દિવાળીની દેશના અને માગણી :
ઉપદેશ ફળે શી રીતે ?
ટીકાકાર મહર્ષિ શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે સૂત્રકાર મહર્ષિ ઉપપાત તથા વન વગેરે દુઃખથી ભરેલા સંસારનું સ્વરૂપ બતાવી ગયા અને પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય તે માટે સંસારની કઠિનતાનું હજુ પણ સૂત્રકાર મહર્ષિ આગળ વર્ણન કરે છે કેમકે સંસારની સ્થિતિ તથાવિધ ન સમજાય, ત્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય પેદા થાય નહિ. માટે ચારે ગતિમાં રહેલા જીવો કેવા કેવા કર્મવિપાકને અનુભવે છે, એ વાત આ બીજા સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે : અર્થાત્ ચારે ગતિમાંથી એક પણ ગતિ એવી નથી કે જ્યાં સુખ હોય અને દુઃખ ન હોય, પણ આ વાત જો આસ્તિક્ય હોય તો જ સમજાય : અને આસ્તિક્ય ન હોય તો ન સમજાય.
જ્ઞાનીઓ અશુભ કર્મનું ગમે તેટલું સ્વરૂપ વર્ણન કરે, એના વિપાક પણ બરાબર સમજાવે , પણ “એ બધું અમને ડરાવવા માટે છે' - એમ વિષયાધીનો કહી દે, ત્યાં શું થાય ? જ્ઞાન મેળવીને જ્ઞાનદૃષ્ટિએ જોયું અને જાણ્યું તે જ્ઞાનીઓ તો કહે, પણ સાંભળનાર એને ડરાવવા માટે કહેવાનું માને, ત્યાં શી રીતે અસર થાય ? વિષયાસક્તો તો કહી દે કે આવું કાંઈ છે જ નહિ. એટલે ઉપદેશકની મહેનત નકામી જાય, માટે તો સૂત્રકાર મહર્ષિએ પણ કહ્યું કે “શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક સાક્ષાતું છતાં પણ પ્રબળ મોહથી વીંટાયેલા, કર્મના ભારથી દબાયેલા વિષયાસક્ત આત્માઓ ધર્મને પામી શકતા નથી તથા સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહવાસને છોડી શકતા નથી.”
આ બધું કહેવામાં જ્ઞાનીની ભાવના એક જ છે કે જગતનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી સંસાર પર નિર્વેદ તથા વૈરાગ્ય અંશે પણ ન થાય, ત્યાં સુધી સાચા ધર્મની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થો ઉપર વિરાગ થયા વિના ધર્મનો રાગ કેમ કરીને થાય ? કહેવું જ પડશે કે ન જ થાય. ધર્મરુચિ કયારે થાય ?
સંસાર પ્રત્યે નિર્વેદ થયા વિના સંસાર પ્રત્યેની રુચિનો અભાવ ન થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org