________________
1247
– ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 –
૧૯૧
અનુપમ હોય. જે દિવસો જેવા હોય તેવા ઓળખી આત્માને તે તે સદ્ભાવનાઓથી તે તે દિવસે સુવાસિત બનાવો તો તે પર્વો ફળે.
તારકે જે જે વસ્તુ કહી છે તે કેવળ આપણા ઉદ્ધાર માટે કહી છે, તેવું ન સમજાય ત્યાં સુધી સૂત્રકારનો આશય ન ફળે. જ્ઞાની તો સર્વત્ર દુઃખ કહે છે, પણ જેઓને – “એ તો કહે, પણ મનાય ?' - આવી ભાવના આવે, તેઓનું શું થાય ? જેઓને આવી ભાવના આવે, તેઓને માટે ઉપકારીઓની મહેનત નકામી ! - ભગવાન શ્રી મહાવીરદેવે સોળ પહોર દેશના દીધી, એમાં એકાંત ઉપકાર વિના કંઈ પણ કારણ છે ? પ્રભુ સાક્ષાત્ દેશના દે છે, એમ કલ્પી આજનું પર્વ આરાધો ! સોળ પ્રહરની દેશના તરફ દૃષ્ટિ હોય તો વિચારવું જોઈએ કે જગતને તારવા માટે સોળ પ્રહર સુધી અપૂર્વ વાણીનો ધોધ વહેવરાવનારની ઉપકારબુદ્ધિ કેટલી ? એવા સ્વામીની જેટલી સેવા કરીએ તેટલી ઓછી – એવા તારકની આજ્ઞાના અમલમાં જેટલો પ્રમાદ તેટલો નાશ ! આજના દિવસે તો એ તારકની આજ્ઞાના અમલ માટે આત્મા ઊંચો-નીચો થવો જોઈએ. દિવાળીનું માગણું :
પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણનું આ પર્વ છે, માટે લોકવ્યવહારમાં ભળી આ પર્વને જુદી રીતે ન આરાધો. સાચું સરવૈયું કાઢો : આત્મા ચડ્યો કેટલો ? અથવા ચડ્યો કે પાછો પડ્યો ? આખા વર્ષમાં આત્મગુણની પ્રાપ્તિ થઈ કે હાનિ થઈ? ઉદારતા, સદાચાર અને સહિષ્ણુતાદિ વધ્યાં કે ઘટ્યાં? આ મેળ કાઢ્યો?
સમ્યગ્દષ્ટિ આત્મા શું માગે ? નાશવંતી ઋદ્ધિ માગે એવો એ દીન હોય ? ઇતર પણ એ માગે અને સમ્યગ્દષ્ટિ પણ એ માગે, તો ઉભયમાં ભેદ શો ? આજના દિવસે તો પ્રભુએ દેશનાના ધોધ વહેવરાવ્યા એવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા નાશવંતી લક્ષ્મી માગે ? જે દિવસે વૈરાગ્યના ફુવારા ઊછળ્યા હતા, ત્યાગનો ધોધ વહી રહ્યા હતા, એવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ, જેનો તેઓએ પણ ત્યાગ કર્યો, તેને માગે ? એ માગણીથી તો સમ્યક્ત્વ મલિન થાય. આ મહાત્માઓ પાસે માગવા લાયક ઘણું છે. પ્રથમનું દાન અને પછીનું સંયમ, બેય મંગાય. આ તો એ બેયને છોડીને વચ્ચેની તુચ્છ, કે જેનો તેઓએ પણ ત્યાગ કર્યો, તે ઋદ્ધિ માગી ! જેને એ મહાત્માઓએ ઇક્યું નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org