________________
૨૭૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
૧. ‘પ્રત્યેક વનસ્પતિકાય’ની યોનિ દશ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે અને
૨. ‘સાધારણ વનસ્પતિકાય'ની યોનિ ચૌદ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે. તેમાં ગયેલો જીવ, અનંત કાલ સુધી પણ છેદન, ભેદન અને મોટન (મરડવું) આદિથી ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરતો રહે છે.
૬. વિકલેંદ્રિય’ના પણ ત્રણ પ્રકાર છે :
‘1. ‘બેઇંદ્રિય’, 2. ‘તેઇંદ્રિય’ અને 3. ‘ચતુરિંદ્રિય.’ તે પૈકીના - ૧. બે ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલ કોટિ સાત લાખ છે અને
૨. ત્રણ ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ આઠ લાખ છે તથા
૩. ચાર ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ ત્રણે પ્રકા૨ના જીવોને ક્ષુધા, પિપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુ:ખ પ્રત્યક્ષ જ છે.
૭. પંચેંદ્રિય તિર્યંચ' જીવોના પ્રકાર પાંચ છે :
‘-1-‘જલચર’,2. ‘ખેચર’, 3. ‘ચતુષ્પદ’ એટલે ચાર પગથી ચાલનાર સ્થલચર, 4. ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર સ્થલચર અને 5. ‘ભુજપરિસર્પ’ એટલે ભુજાથી ચાલનાર સ્થલચર.' એ પૈકીના૧. ‘જલચર’ એટલે પાણીમાં ચાલનાર મત્સ્ય આદિ જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ સાડા બાર લાખ છે.
૨. ‘ખેચર’ એટલે આકાશમાં ઊડનાર પક્ષીઓની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ બાર લાખ છે.
૩. ‘ચતુષ્પદ’ ચાર પગે ચાલનાર ‘સ્થલચર’ના પ્રથમ ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
૪. ‘ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર ‘સ્થલચર’ના બીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
‘ભુજપરિસર્પ :’ એટલે ભુજાથી ચાલનાર ‘સ્થલચર’ના ત્રીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ નવ લાખ છે.
૫.
Jain Education International
For Private & Personal Use Only
1356
www.jainelibrary.org