________________
1357
૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ
આ પાંચેય પ્રકારના તિર્યંચોને જે વિવિધ પ્રકારની વેદનાઓ સંભવે છે તે પ્રત્યક્ષ જ છે.
=
87
-
‘કહેલું છે કે – અહો ! ક્ષુધા, તૃષા, હિમ, અતિ ઉષ્ણ અને ભયથી પીડિત અને પરનો અભિયોગ તથા અનેક પ્રકારનાં કષ્ટોથી આતુર એ જ કારણે અતિશય દુઃખિત એવા તિર્યંચોને સુખનો યોગ છે એમ કહેવું એ ખાલી વાતો કરવા જેવું જ છે કારણ કે એ બિચારા જીવોને સુખ હોવાનો સંભવ જ નથી.”
Jain Education International
.
For Private & Personal Use Only
આટલા વર્ણન ઉપરથી બરાબર સમજી શકાશે કે આ લોકમાં મનુષ્યો સિવાયના જે જીવો દૃષ્ટિગોચર થાય છે તે સઘળાય તિર્યંચો જ છે : વધુમાં શ્રી જૈનશાસનને નહિ પામેલાઓથી, સર્વથા અજ્ઞાત એવા પણ તિર્યંચો અસંખ્યાતા અને અનંતા છે : આ સંસારમાં ના૨કી, દેવો અને મનુષ્યોની અપેક્ષાએ તિર્યંચગતિના જીવોની સંખ્યા જ ઘણી વિશાળ છે : નારકીના જીવો, દેવગતિના જીવો અને મનુષ્યગતિના જીવો સઘળાય હાલી ચાલી શકે તેવા એટલે ત્રસ છે ત્યારે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે : ૧. ‘સ્થાવર’ અને ૨. ‘ત્રસ’
૨૭૧
:
::
૧. સ્થાવર જીવો ઃ ‘સ્થાવર નામકર્મ’ના ઉદયને કારણે ગમનાગમન કરવા માટે સર્વથા અશક્ત છે : એ જીવો અનંતજ્ઞાનીઓ સિવાય કોઈને પણ પ્રત્યક્ષ નથી : જે આત્માઓ અનંતજ્ઞાની પરમ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માના શાસનને પામેલા છે તે જ આત્માઓ એ જીવોની શ્રદ્ધા કરી શકે છે : અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માના શાસનથી પર રહેલા આત્માઓ, ગમે તેવા ડાહ્યા ગણાવા છતાં પણ એ જીવોની રક્ષા કરવાનું નથી સમજી શક્યા, કારણ કે હાલી ચાલી ન શકે તેવા પણ જીવો છે એ વાત જ તેઓ અજ્ઞાનના યોગે નથી જાણી શકતા અને મિથ્યાત્વના ઉદયથી નથી માની શકતા. બલિહારી છે એ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોની કે જેમણે વિશ્વહિતૈષીઓએ ‘એવા પણ જીવો છે' એમ સમજાવીને અહિંસાનો અનુપમ અને અજોડ રાજમાર્ગ ઉઘાડો કર્યો છે : એ રાજમાર્ગે તે જ આત્માઓ ચાલી શકે છે કે જે આત્માઓ, એ પરમાત્માઓની આજ્ઞા મુજબના સંયમના અને તપના ઉપાસક બને છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ અહિંસા, સંયમ અને તપ એ મોક્ષમાર્ગના આરાધકો જ સારી રીતે સમજી શકે છે અને યથાર્થ રીતે આચરી શકે છે. સંપૂર્ણ અહિંસાના ઉપાસક થવાને ઇચ્છતા આત્માઓ, સંપૂર્ણ અહિંસાનું યથાર્થ પાલન કરી શકે તે માટે એ
www.jainelibrary.org