________________
139 ––– ૧૭ : તિર્યંચગતિ અને તેના ભેદ-પ્રભેદ - 87 - ૨૭૩
૨. “કીડી' આદિના જીવો ત્રણ ઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને ‘૧. સ્પર્શના, - ૨. રસના અને ૩. ઘાણ' આ ત્રણ ઇંદ્રિયો હોય છે. ૩. “વીંછી' આદિના જીવો ચાર ઇંદ્રિયોવાળા હોય છે. એ જીવોને .
૧. સ્પર્શના, ૨. રસના, ૩. ધ્રાણ અને ૪. ચક્ષુ' આ ચાર ઇંદ્રિયો
હોય છે. આ ત્રણે પ્રકારના જીવો ‘વિકલૈંદ્રિય' નામથી ઓળખાય છે. કારણ કે એકેંદ્રિય જીવો કરતાં અધિક ઇંદ્રિયોવાળા હોવા છતાં પણ પૂર્ણ પાંચેય ઇંદ્રિયોવાળા નથી કિંતુ બેઇંદ્રિય જીવો ત્રણ ઇંદ્રિયોથી વિકલ છે, ત્રણ ઇંદ્રિયવાળા જીવો બે ઇંદ્રિયોથી વિકલ છે અને ચતુરિંદ્રિય જીવો એક ઇંદ્રિયથી વિકલ છે. ૪. “સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર' આ પાંચે ઇંદ્રિયોથી પૂર્ણ
એવા તિર્યંચો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે :
1. જલચર, 2. ખેચર અને 3. સ્થલચર.' 1. “મસ્ય' આદિ જીવો જલચરમાં ગણાય છે. 2. “શુક' આદિ પક્ષીઓ ખેચરમાં ગણાય છે. 3. “સ્થલચર' એટલે ભૂમિ ઉપર ચાલનારા જીવો અને એ જીવો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : ૧. “ચતુષ્પદ એટલે ચાર પગવાળાં ગાય, ભેંશ આદિ સઘળાંય પશુઓ, ૨. “ઉર:પરિસર્પ' એટલે છાતીથી ચાલનાર “સર્પ” વગેરે અને ૩. “ભુજ પરિસર્પ એટલે ભુજાથી ચાલનાર
નોળિયા આદિ, આ જીવોના પણ સંમૂર્છાિમ અને ગર્ભજ આદિ ભેદો છે.
આ બન્ને પ્રકારના ત્રસ જીવોની યોનિઓ અને કુલકોટિઓ કેટલી કેટલી છે એ કહેવા સાથે ટીકાકાર મહર્ષિએ એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ આપ્યો : એ ઉપરથી પણ આપણાથી સમજી શકાય તેમ છે કે કર્મના વશવર્તીપણાથી પરવશ બનેલા તે આત્માઓને સુખનો સંભવ સરખો નથી : તે છતાં પણ તિર્યંચ ગતિમાં પડેલા આ સઘળાય જીવોને કેવા કેવા પ્રકારની અને કેવી કેવી કારમી વેદનાઓ ભોગવવી પડે છે એ વસ્તુ કંઈક વિસ્તારથી જાણવા જેવી છે. એ જાણવાથી બે લાભ થઈ શકે તેમ છે. “એ ગતિની દુઃખદ દશાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org