________________
૧૮: એકેંદ્રિયપણાનાં દુઃખો:
88
• કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ વર્ણન : વનસ્પતિકાયની વિપત્તિઓ : પૃથ્વીકાયની પીડાના પ્રકાર :
• કારમું કૌતુક : •“અપ્લાય' ઉપરના ઉપદ્રવો -
• મૂર્તિમંત મૂર્ખતા : તેજસ્કાય'ના ત્રાસના પ્રકારો -
• શરણરૂપ એક જૈન સાધુતા જ : • “વાયુકાય'ની વેદના :
• જૈન માત્રની ફરજ :
વિષયઃ પૃથ્વીકાય વગેરે એકેંદ્રિય જીવોનાં દુઃખનું યોગશાસ્ત્રના આધારે વર્ણન.
ચાર ગતિમાં રહેલા વિભિન્ન જીવોના દુઃખોનું વર્ણન ક્રમશઃ ચાલી રહ્યું છે, તે અંતર્ગત આ પ્રવચનમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત યોગશાસ્ત્રમાં કરેલા સંસાર ભાવનાના વિવરણના આધારે પ્રવચનકારશ્રીએ એકેંદ્રિય જીવોના દુઃખોના પ્રકારોનો વિગતવાર ખ્યાલ આપ્યો છે. કૌતુકાદિવશ અથવા અજ્ઞાન કે પ્રમાદાદિવશ લોકોના હાથે કેવા કેવા જીવોની હિંસા થઈ જાય છે, તે જાણી તેનાથી સંપૂર્ણતઃ બચવા માટે જૈન સાધુતા જ કઈ રીતે શરણરૂપ છે, તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. છ કાયનો કૂટો કરવાના ઉપદેશ આપનારા કેટલાક અજ્ઞાનીઓ દ્વારા જાણ્યેઅજાણ્યે પૃથ્વીકાયાદિ જીવોની જે કારમી હિંસાનું પ્રવર્તન થઈ રહ્યું છે, તે અંગે પણ પૂજ્યશ્રીએ લાલબત્તી ધરી, એને મૂર્તિમંત મૂર્ખતારૂપે નવાજી છે.
• અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વ-પર ઉભયનો વિનાશ કરનારી થાય છે.
અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એ જ ઘોર મિથ્યાત્વ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતરના અવાજ ઉપર જ નાચે અને બીજાઓને પણ નાચવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુક જ છે. વિશ્વમાં પ્રાણીમાત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org