________________
૧૮ઃ એકેંદ્રિયપણાનાં દુઃખો :
કર્મવશવર્તી પ્રાણીઓના કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન:
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, એકાંત હિતબુદ્ધિના યોગે વિચક્ષણ આત્માઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ જ એક શુભ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટપણે સમજી શકાય એ ઇરાદાથી ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ' આ ચારે ગતિના જીવોની યોનિ, કુલકોટિ અને વેદનાઓનું સ્વરૂપવર્ણન કરતાં નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે જ શ્લોકો દ્વારા એ ગતિના જીવોને ભોગવવી પડતી વેદનાઓનો જેમ કંઈક ખ્યાલ કરાવ્યો તેમ એકેંદ્રિય' આદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલા તિર્યંચ ગતિના જીવોની પણ યોનિઓ અને કુલ કોટિઓની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ સહજ ખ્યાલ આપ્યો.
પણ આપણી ઇચ્છા, “એકેંદ્રિય' આદિ જીવોને ભોગવવી પડતી વેદનાઓનો કંઈક વિશેષ ખ્યાલ આપવાની છે : એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અનિત્ય આદિ બાર ભાવનાઓ પૈકીની ત્રીજી સંસારભાવનાનું વિવરણ કરતાં “એકેંદ્રિય' આદિ ભિન્ન ભિન્ન પ્રકારે રહેલા તિર્યંચગતિના આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો કંઈક વિશેષ ખ્યાલ આપતાં શું શું ફરમાવ્યું છે એ જોઈએ. પૃથ્વીકાયની પીડાના પ્રકાર :
તિર્યંચગતિમાં ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “પૃથ્વીકાય' આદિ પાંચેયની દુઃખદ દશાનું કંઈક સ્પષ્ટતાથી પ્રતિપાદન કર્યું છે.
એ સંસારભાવનાના વિવરણમાં નરકગતિના જીવોને કેટલા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ ભોગવવી પડે છે એનો ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org