________________
133.
– ૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો - 88
–
૨૭૭
રહેલા આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો ખ્યાલ આપતાં શરૂઆતમાં જ પૃથ્વીકાયના જીવોને વિવિધ જાતની પીડાઓ કેવા કેવા પ્રકારે ભોગવવી પડે છે એનું વર્ણન કરતાં એ મહાપુરુષ ફરમાવે છે કે –
"तिर्यग्गतिमपि प्राप्ताः, सम्प्राप्यैकेन्द्रियादिताम् । तत्रापि पृथिवीकाय-रूपतां समुपागताः ।।१।। हलादिशस्त्रैः पाट्यन्ते, मृद्यन्तेऽश्वगजादिभिः । वारिप्रवाहै: प्लाव्यन्ते, दह्यन्ते च दवाग्निना ।।२।। व्यथ्यन्ते लवणाचाम्ल-मूत्रादिसलिलैरपि । लवणक्षारतां प्राप्ताः, क्वथ्यन्ते चोष्णवारिणि ।।३।। पच्यन्ते कुम्भकाराद्यैः, कृत्वा कुम्भेष्टकादिसात् । चीयन्ते भित्तिमध्ये च, कृत्वा कर्दमरूपताम् ।।४।। केचिच्छाणेनिघृष्यन्ते, विपच्य क्षारमृत्पुटैः ।
टङ्कान्दुकैर्विदार्यन्ते, पाट्यन्तेऽद्रिसरित्प्लवैः ।।५।।" તિર્યંચગતિને પણ પામેલા આત્માઓ, “એકેંદ્રિય' આદિપણાને પામીને
અને એકેદ્રિયપણામાં પણ પૃથ્વીકાયરૂપતાને પામેલા આત્માઓ પૈકીના૧. કેટલાક આત્માઓ, ‘હલ' આદિ શસ્ત્રોથી ફડાય છે. ૨. કેટલાક આત્માઓ, “ઘોડા’ અને ‘હાથી' આદિ પશુઓ દ્વારા મર્દન
કરાય છે. ૩. કેટલાક આત્માઓ, પાણીના પ્રવાહોથી પ્લાવિત થાય છે. ૪. કેટલાક આત્માઓ, દાવાગ્નિથી દહાય છે, ૫. કેટલાક આત્માઓ, ‘લવણ, આચાર્મ્સ અને મૂત્ર' આદિના પાણીથી
પણ વ્યથિત થાય છે, ૬. લવણલારપણાને પામેલા કેટલાક આત્માઓ, ઉષ્ણ પાણીમાં ઉકળાય છે. ૭. કેટલાક આત્માઓ, કુંભાર આદિ દ્વારા ઘડા અને ઈંટો આદિ રૂપ થઈને પકાય છે. અર્થાત્ કેટલાક પૃથ્વીના જીવોને કુંભારો, ઘડા અને ઈંટો
આદિરૂપ બનાવીને નિંભાડામાં પકાવે છે. ૮. કેટલાક પૃથ્વીના જીવોને કાદવરૂપ કરીને કડિયાઓ ભીંતની અંદર
ચટાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org