________________
18 :
૩૧૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - -
“જ્ઞાન-ન-ચરિત્ર-રત્નત્રિત મનને .
मनुजत्वे पापकर्म, स्वर्णभाण्डे सुरोपमम् ।।१।।" “જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના ભાગરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા એ સુવર્ણના ભાજનમાં સુરા-મદિરા ભરવા
બરાબર છે. અધમતાનો નિરવધિ !
આવા ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિ જ નથી હોઈ શકતો. અવધિ વિનાની અધમતાના ઉપાસક બનેલા આત્માઓ, અતિ દુર્લભ ગણાતા મનુષ્યભવની કેવી કેવી હાલત કરે છે એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
"संसारसागरगतैः, शमिलायुगयोगवत् । लब्ध कथञ्चिद् मानुष्यं, हा ! रत्नमिव हार्यते ।।१।। लब्धे मानुष्यके स्वर्ग-मोक्षप्राप्तिनिबन्धने । હા ! જરાક્યુપાયે કર્મભૂત્તિો નન: રા आशास्यते यत् प्रयत्ना-दनुत्तरसुरैरपि ।
તત્ સમાપ્ત મનુષ્યત્વે, પાવે. પાપપુ વોચતે રૂા.” શમિલા-યુગના (ગાડાનું ઘૂંસરું અને તેમાં ભરાવવાની ખીલીના) યોગની માફક, સંસારસાગરમાં આથડતા આત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. એવા દુર્લભ મનુષ્યભવને મુશીબતે પામવા છતાં પણ પ્રમાદી આત્માઓ જેમ ખેદજનક રીતે રત્નને હારી જાય છે તેમ વિષયકષાયની ઉપાસનામાં રત બનેલા આત્માઓ પણ પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને ઘણી જ ખેદજનક રીતે હારી જાય છે ! ખેદની વાત છે કે પ્રમાદપરવશ મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા મનુષ્યપણાને પામવા છતાં નરકની પ્રાપ્તિમાં ઉપાયરૂપ જે જે પાપકર્મો છે, તેની આરાધનામાં ઉઘુક્ત થાય છે ! દુઃખની વાત છે કે અનુત્તર સુરો પણ જે મનુષ્યપણું પામવાની પ્રયત્નપૂર્વક આશા કરે છે તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપી આત્માઓ પાપકાર્યોમાં યોજે છે ! શું આ ઓછી અધમતા ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org