________________
1397
- ૨૨ : મહાધીન મનુષ્યોની મૂર્ખતા - 92
-
૩૧૧
મોહની કારમી મૂંઝવણના પ્રતાપે એ બિચારાઓ સુખી અવસ્થામાં ઘેલા બને છે અને દુઃખી અવસ્થામાં ગાંડા બને છે, એ જ કારણે -
“ગુણિત્વે મણિત-ર્તિ ફેરા
नयन्ति जन्म मोहान्धा, न पुनर्द्धर्मकर्मभिः ।।१।।" મોહથી અંધ બનેલા આત્માઓ, સુખી અવસ્થામાં કામની લીલાઓ દ્વારા અને દુઃખી અવસ્થામાં દીનતાભરેલાં રુદનો દ્વારા જન્મને ગુમાવે છે, પણ બેમાંથી એક પણ અવસ્થામાં ધર્મકર્મો દ્વારા જીવનનો સદુપયોગ કરતા નથી. અર્થાત્ મોહથી અંધ થઈ થયેલા આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં, કારણ કે એ બિચારાઓ, સુખી અવસ્થામાં મોહની ચેષ્ટાઓમાં મસ્ત રહે છે અને દુઃખી અવસ્થામાં દીનતાની ચેષ્ટાઓમાં ડૂબેલા રહે છે એટલે એક પણ અવસ્થા મોહાંધ આત્માઓ માટે આત્મહિતની સાધના માટે લાયક રહી શકતી નથી. એક પાપની જ પ્રવૃત્તિ ઃ
સુખી અવસ્થામાં એક મોહની જ અને દુઃખી અવસ્થામાં એક દીનતાની જ ચેષ્ટાઓમાં પડેલા આત્માઓ માટે એક પાપની પ્રવૃત્તિ જ જીવનધ્યેય બની જાય છે એ હેતુથી -
"अनन्तकर्मप्रचय-क्षयक्षममिदं क्षणात् ।
માનુષત્વ પ્રાપ્તા, પાણ: પાપતિ પુર્વતે ” પાપકર્મમાં રત રહેલા આત્માઓ, એક ક્ષણવારમાં અનંત કર્મોના સંચયનો ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પણ પામેલા હોવા છતાં પાપોને કરે છે. કર્મક્ષય કરવાના અદ્વિતીય સાધનરૂપ મનુષ્યપણાને પામેલા હોવા છતાં પણ પાપરત આત્માઓને કર્મક્ષયની પ્રવૃત્તિ કરવાનું નથી સૂઝતું પણ કેવલ અનેક પ્રકારનાં પાપકર્મો કરવાનું જ સૂઝયા કરે છે. અર્થકામરસિક આત્માઓની એ જ દશા હોય છે. અર્થકામના રસિક આત્માઓ તો ધર્મપ્રવૃત્તિ અને ધર્મસિદ્ધાંતોનો ઉપયોગ પણ અર્થકામની સાધનામાં જ કરે છે. એવા આત્માઓને એવું ભાન ક્યાંથી જ હોય કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org