________________
૬ : માથે કોને રાખવા, કોને ન રાખવા ?
76
• મોહનો ભયંકર નશો ! મૂર્ખનો સંગ સર્વત્ર યાજ્ય છે !
- શ્રી શાલિભદ્રજીની ભાવનાનું રહસ્ય : • કેટલાક પ્રશ્નોત્તર :
વિષયઃ કોનો સંસર્ગ કરવો ? કોનો ન કરવો ?
શ્રી શાલિભદ્રજીને પોતાને માથે દેવ-ગુરુ-ધર્મથી ભિન્ન પોતાના જેવો કોઈ સ્વામી છે” એ વાત ખટકી અને એમાંથી વિરાગ પામી દીક્ષા ગ્રહણ કરી. એ વાતના અનુસંધાનમાં ખરેખર આપણા માથે કોણ હોવા જોઈએ અને કોણ ન હોવા જોઈએ, એ વાત અત્રે ખૂબ જ વિસ્તારપૂર્વક રજૂ કરી છે. સુખનાં અને દુઃખનાં સાધનો અંગે શરૂઆતમાં થોડોક વિમર્શ કર્યા બાદ મૂળ વાત શરૂ થાય છે, જે છેક સુધી જળવાઈ રહી છે. વિષયભોગ ભોગવીને પછી વૈરાગ્ય પામીએ' આવું કહેનારા કેવા અજ્ઞાની છે અને શાસનના શત્રુરૂપ બને છે, તે વાત પણ સરસ સમજાવવામાં આવી છે.
• મૂર્ખાઓની ખોટ કોઈ પણ જગ્યાએ નથી ! જ્યાં હોય ત્યાં ડાહ્યાઓની જ ખોટ પડે છે. • પાપ કરીને જીવવું એના કરતાં વગર પાપે મરવું એ શું ખોટું છે ? • પોતાના દેવ-ગુરુ-ધર્મનું અપમાન થાય છતાં પણ જેને કંઈ જ ન લાગે, તે સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ?
પાપાત્માઓ તો ઊંઘતા સારા પણ જાગતા સારા નહિ. • વિષય એ દુઃખનું સાધન છે, એવું અખંડિતપણે જેની સમજમાં બેઠું હોય, તે વિષયનો અનુભવી !
આશાનો અંત કર્યા વિના તેનો અંત આવતો જ નથી. ‘જ્ઞાનીએ જેને ત્યાજ્ય કહ્યું તેનો અનુભવ કરીને પછી છોડવું' એવું કહેનારા જેવા દુનિયામાં
પાપોપદેશકો કોઈ જ નથી. • શ્રી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોની ત્યાગમયી આજ્ઞા જેને ન ગમે તેના કપાળમાં
ગુલામી કાળા અક્ષરે લખાઈ ચૂકી છે. હું એકલો માટે સામાનું સાચું એમ વિચારી જે ધર્મના વિરોધીઓમાં ભળ્યો, તે તો ગયો જ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org