________________
118૩ – ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75 - ૯૭ કોઈ ગાડી આવી પહોંચી. ગાર્ડને હકીકત કહી અને પેલાઓને પકડાવ્યા. હવે જમાનાને પૂછો કે આ બાઈ શીલશાળી ખરી કે નહિ ? બાળકના જાનની પરવા ન કરી એ બાઈ સતી ખરી કે નહિ ?, એ જમાનાવાદીને પૂછજો ! શ્રી જિનેશ્વરદેવનું શાસન તો કહે છે કે સર્વસ્વ જાઓ, પણ ધર્મ રહો. જે બાળક માટે મા બધું કરતી, તે બાળકનો મોહ તજીને તે બાઈએ પોતાનું શિયળ બચાવ્યું. આ વસ્તુ સૂચવે છે કે જ્યાં પોતાના ધર્મના ભોગે કોઈ સારું ગણાતું પણ કૃત્ય કરવાનું હોય, તો તે નહિ કરતાં ધર્મને જ વળગી રહેવું.
આત્મધર્મનું રક્ષણ કરનાર પ્રશંસાપાત્ર છે. રાજ્ય માટે, સાહ્યબી માટે, લક્ષ્મી માટે તો ઘણાયે મરે છે. જર, જમીન અને જોરુ. એ ત્રણે તો કજિયાનાં છોરું છે અને એના માટે ઘણા મરે છે એમાં નવાઈ નથી, પણ ધર્મ માટે મરે એની કિંમત છે. વિષયના કીડા વિષય વિના મરી રહ્યા છે, મરે જ, મરે એમાં નવાઈ પણ શી ? પાણીનાં માછલાં પાણી વિના મારે જ. વિષ્ટાના કીડા વિષ્ટા વિના મરવાના જ. આ બધી વાત માન પાન, ખાનપાન, એશઆરામ, મોજમજામાં માનવાવાળા માટે નથી, પણ ધર્મમાં માનવાવાળા માટે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org