________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
દુશ્મનો શાસન પર આક્રમણ કરે ત્યાં તો નમવાનું ન જ હોય પણ શાસનરક્ષા કરતાં કરતાં ખપી જવાનું હોય. પ્રાણ જાય તેની પરવા નહિ પણ શાસનસેવકોની ફરજ છે કે શાસનની સેવા અખંડિત પણે કરવી. એથી જ આપણે કહીએ છીએ કે ખરાબ પણ વસ્તુનો સદુપયોગ તે ધર્મ છે. લક્ષ્મી ધર્મ નથી પણ દાન એ ધર્મ છે. શરીર પોતે ધર્મ નથી પણ તેના દ્વારા થતો સદાચાર એ ધર્મ છે. ખાવું એ ધર્મ નથી પણ ખાધા પછી થતી સારી ક્રિયાઓ અથવા સારી ક્રિયાઓ માટે ખાવું એ ધર્મ છે. મકાન બંધાવો એ ધર્મ નથી પણ એમાં શ્રી જિનેશ્વરદેવને, નિગ્રંથ મુનિઓને પધરાવો તે ધર્મ છે. એમાં સામાયિક પૌષધાદિ કરો તે ધર્મ છે. કમાવાની ક્રિયા એ ધર્મ નથી પણ કમાયા હો એનાથી કોઈને સુખી કરો, સન્માર્ગે ચડાવો એ ધર્મ છે.
૬
જ
ધર્મ એ અધર્મના કિલ્લામાં ઘેરાયલો છે. માટે જ ધર્મને બરાબર સાચવવાનો છે. ચોર જો શાહુકાર પાસે ઊભો રહે તો શાહુકાર વગોવાય, પણ ચોરને કંઈ જ નહિ, તેમ ભય ધર્મને જ છે. સાચું છે કે ખોટું છે એનો વિચાર હોય એને બોલતાં-ચાલતાં ડર હોય, જેને અગડંબગડું હાંકવું હોય એને વાંધો શો ? સત્યની પરવા હોય એને માટે જ શાસ્ત્રો અને પ્રમાણો વગેરે છે. પણ ઇચ્છાનુસાર જ બોલવું હોય એને માટે કાંઈ જ નથી. આથી જો તમને સત્યની પરવા હોય, તો તમારે તમારી પોતાની ઇચ્છાને દેશવટો આપી જ્ઞાનીઓ જે કહે તે જ સ્વીકા૨વું એ જ યોગ્ય છે. એ જ કા૨ણે જે આત્માઓ સદ્ગુરુના યોગે સમ્યક્ત્વ રત્નને પામ્યા છે અગર તો અલ્પ સમયમાં પામવાની લાયકાત ધરાવે છે તેવા આત્માઓ ગૃહસ્થાવાસમાં રહ્યા છતાં પણ તેને સકલ દુઃખનું જ સ્થાન માને છે, પણ સુખનું સ્થાન નથી માનતા અને એથી જ એવા પુણ્યાત્માઓ ગમે તે ભોગે પણ ધર્મની આરાધનામાં પોતાના આત્માનો ઉદય ઇચ્છે છે, કેમ કે તે વિના ધર્મની આરાધના શક્ય જ નથી. એ જ કારણે સમ્યક્ત્વને નહિ પામેલા એવા પણ આત્માઓ, કે જેઓ તેને પામવાની યોગ્યતા ધરાવે છે તેવા આત્મા પણ અર્થકામના ભોગે ધર્મની જ રક્ષા કરવાની ભાવના ધરાવનારા હોય છે.
આ વાતને ટેકો આપે તેવી એક વાત સાંભળવામાં આવી છે કે અને તે એવી છે કે સ્ટેશન પર એક બાઈને એક ઓરડીમાં ફસાવી. પેલા ફસાવનારા ત્રણ-ચાર જણા અને બાઈ એકલી હતી. બાઈએ લઘુશંકાનું બહાનું કાઢ્યું અને એ બહાનાથી બહાર જઈને સાંકળ વાસી. બાઈના બાળકને અંદ૨વાળાઓએ મારી નાખ્યું, પણ બાઈએ સાંકળ ન ઉઘાડી અને પોતાનું શિયળ બચાવ્યું. પછી
Jain Education International
1182
For Private & Personal Use Only
www.jainelibrary.org