________________
1181
- ૫ : સત્યની આરાધના અને રક્ષા - 75
૯૫
ભૂખે મરવામાં પણ વાંધો શો ? આ તો ભાવનાની વાત છે, પણ એ ભાવના ન ટકતી હોય અને અનીતિ, જૂઠ, પ્રપંચ તમે કરતા હો તો તે તમે જાણો, પણ એ કરવા યોગ્ય છે એવી એના ઉપર છાપ ન મારો, એટલે કે જીવન ચલાવવા માટે અનીતિ આદિની જરૂર છે માટે એને આચરવામાં વાંધો શો ? એમ ન કહો, કારણ કે એ એક જાતની ભયંકર પોલિસી છે.
બચાવનાર તો તે કે જેને બચાવવા માગે એને સાચું જ બોલવાનું કહે. આજ તો બચાવનારા પણ જૂઠું બોલવાનું કહે છે, એટલે પરિણામે જૂઠું બોલનારા વધે છે.
શ્રી જિનશાસન તો કહે છે કે ન્યાયાસનેથી પણ ગુનેગારને ઇકરાર કરવાનું કહેવાય, કારણ કે જૂઠું બોલી જીવવાના પ્રયત્ન કરવા કરતાં સાચું બોલીને મરવું સારું. આત્માનો સ્વભાવ છે કે તે કર્તવ્ય માનીને એક વાર જૂઠું બોલે, અનીતિ કરે કે પછી તેને પાપનો ભય તેવો રહેતો નથી. પાંચ રૂપિયા માટે અનીતિ કરનારો પાંચ લાખ માટે પણ કરે. ‘દરિદ્ર રહું તે હા પણ પાંચ કરોડ માટે પણ અનીતિ ન કરું' આ ધ્યેય હોત તો દુનિયાની આજની દશા ન થાત. ભીખ માગીને જીવું પણ અનીતિ ન કરું” એ ભાવ હોય તો ખરે જ જીવનની દુર્દશા ન થાય.
સભા: સો ચોરમાં એક શાહુકાર નભે ?
શાહુકારને શાહુકારી કરતાં આવડે તો બીજા ચોરને પણ જો તે યોગ્ય હોય તો શાહુકાર બનાવે.
સભા: તો પછી શ૪ પ્રતિ શાયં કુર્યાત્' એમ ધર્મમાં કેમ કહ્યું?
ધર્મ એમ નથી કહેતો. એ તો નીતિકારનું એક વચન છે. માટે તો કહેવું પડે છે કે નીતિમાં ધર્મની ભજના, એટલે વખતે નીતિમાં ધર્મ હોય પણ અને ન પણ હોય, પણ ધર્મમાં તો નીતિ નિયમા હોય. એ જ રીતે રાજનીતિ જુદી છે અને ધર્મનીતિ પણ જુદી છે. ધર્મનીતિ કહે છે કે દુશ્મન આગળ માથું ધરવું, ત્યારે રાજનીતિ કહે છે કે દુશ્મનને ઊગતા ડામો, કારણ કે તે એમ માને છે કે દુશ્મનને ઊગતા દાખીએ તો જ રાજ્ય ટકે. ત્યારે ધર્મ તો દુશ્મનને મારવાથી ન ટકે પણ દુશ્મનને નમવાથી જ ટકે, પણ એ કયા દુશ્મન ? તો જાણવું કે પોતાના દુશ્મનને. શાસનના દુશ્મનને તો નમવાનું હોય જ નહીં કારણ કે શાસનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org