________________
૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ :
દેવ-ગુરુની ભક્તિ શા માટે ?
♦ પૂજ્ય-પૂજક વચ્ચેનો પુલ : ♦ ગુરુ કેવા જોઈએ ?
ચડાવનાર થોડા અને પાડનાર ઘણા !
અંતરાય વખતે શું વધુ થાય ? પ્રશંસા સુક્રિયાની હોય ! પાપી પણ પુણ્યશાળી બને !
ગુણવર્ણનનો હેતુ સમજો ! અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ
દેવ-ગુરુની ભક્તિ તો એમના જેવા થવા માટે છે.
માલિક તે કે જે સેવકને પોતાના જેવો બનાવે.
શ્રુતજ્ઞાનની મહત્તા : અયોગ્યને પણ ક્યારે ના પડાય ?
મુનિ અને શ્રીમંત :
વૈષ વિડંબના :
વિષય : ગુરુનું શાસ્ત્રોક્ત સ્વરૂપ, ગુર્વાભાસનું સ્વરૂપ, ગુરુની ફરજ
દેવ અને ધર્મતત્ત્વની વચલું તત્ત્વ ગુરુતત્ત્વ છે. એ જેટલું શુદ્ધ અને ઉજળું તેટલી જ સુંદર રીતે દેવ અને ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય. અપેક્ષાએ દેવ તત્ત્વ કરતાંય ગુરુનું મહત્ત્વ વધી જાય. આવા ગુરુતત્ત્વમાં કલિકાલાદિ દોષના યોગે કારમી ભેળસેળ થવા પામી રહી છે, ત્યારે વીતરાગ શાસનનું સાચું ગુરુતત્ત્વ શું છે ? એ વાત સમજાવવા માટે આ પ્રવચનનો ઉદ્દેશ છે. દેવ જેવા બનવા જેમ દેવની ભક્તિ ક૨વાની તેમ ગુરુ જેવા બનવા માટે જ ગુરુતત્ત્વની ઉપાસના કરવાની. એ ગુરુ દુનિયાના રંગ-રાગ, વિષયકષાય, આરંભ-પરિગ્રહ, મકાન-દુકાન વગેરેને વખાણનાર કે તે તે પાપક્રિયાને કોઈપણ રીતે ઉત્તેજન આપનાર ન હોવા જોઈએ. ગુરુ તો તે કે જે જીવોને એ બધાયથી અળગા કરાવે. આ ધ્રુવપદ સાથે સદર પ્રવચન ખૂબ જ મનનીય બનવા પામ્યું છે. દૃઢપ્રહારી, સિદ્ધગિરિ શ્રી ગૌતમસ્વામીજી અને ખેડૂત જેવાં અનેક લધુ દૃષ્ટાંતોનો પણ સરસ ઉપયોગ કર્યો છે.
સુવાામૃત
ધર્મમય બની ગુરુતત્ત્વ મેળવી દેવ જેવા બનવું હોય, તો દેવ, ગુરુ અને ધર્મને જેવા છે, તેવા જ રહેવા દેવા જોઈએ.
80
પાપ, પરિગ્રહ, મારાતારાપણું, ઘર બંધાવવા વગેરે આરંભાદિની ક્રિયા આ બધું જેમાં બેઠું છે, તેવા ગુરુનો ખપ પણ શો ?
Jain Education International
♦ અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ ચેતવનારા મળે એ ગુરુ.
અશુભ કર્મનો બંધ થાય અને નિર્જરાદિકની કરણી ન થાય એવી પ્રતિજ્ઞા હોય જ નહિ અને કોઈ અજ્ઞાનીઓની પ્રેરણાથી થઈ હોય તો તોડાય.
♦ જેના હૈયામાં ધર્મ પ્રત્યે વિરોધ ભાવ ન હોય, તે આત્મા ધર્મ માટે અવશ્ય યોગ્ય છે. ♦ગુણવાન કોણ ? તે જ કે જેને હીનગુણી પ્રત્યે અનુકંપા હોય.
♦ માર્ગ શ્રુતના આધારે છે.
વ્યવહાર શ્રુતના આધારે છે, કેવળના આધારે નથી, જે કાળે જેટલું શ્રુત મોજુદ હોય, તેના આધારે શાસન ચાલે.
સારા સ્થાનમાં પાપાત્મા આવે તો ગભરાવું નહિ, પણ એમની ખોટી રીતે પીઠ ન થાબડવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org