________________
૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ :
દેવ-ગુરુની ભક્તિ શા માટે?
પરમોપકારી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સૂત્રકાર મહર્ષિએ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય તે માટે છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રની રચના કરી છે. સંસાર જેવો છે તેવો સમજાય તો જ નિર્વેદ થાય. જ્યાં સુધી સંસાર સુખકર, હિતકર અને સારો છે એમ સમજાય, ત્યાં સુધી એના ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ન થાય. અને એમ થયા વિના મોક્ષમાર્ગનું અર્થપણું જેવું જાગવું જોઈએ તેવું જાગતું નથી; એ કારણે મોક્ષમાર્ગના અર્થીએ પોતાના જીવનમાં પ્રથમ નિર્વેદ તથા વૈરાગ્ય કેળવવો જોઈએ.
સભા : વૈરાગ્ય એટલે કેવળ મંતવ્ય જ કે વર્તન પણ ખરું ?
મંતવ્ય પણ અને વર્તન પણ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ તેમજ સર્વવિરતિમાં પણ વૈરાગ્ય હોય : માત્રા ઓછી-વધતી હોય. સમ્યગ્દષ્ટિને સંસાર છોડવા જેવો લાગે, માટે દેવ-ગુરુની વૈયાવચ્ચ કરે, એ તારકોની આજ્ઞામાં લીન રહે. દેવગુરુની વૈયાવચ્ચ વૈરાગ્યને પુષ્ટ કરવા માટે છે, પણ સંસારની રસિકતા વધારવા માટે નથી. સમ્યગ્દષ્ટિ આત્માને સંસાર તો કારાગાર જેવો લાગે, એને લઈને વૈરાગ્ય આવે, અને આ બધાથી ક્યારે છુટાય એમ થાય. દેવગુરુની સેવા તથા ધર્મશ્રવણ એ બધું સમ્યગ્દષ્ટિ આત્મા કરે છે, તે પણ શા માટે ? કહેવું જ પડશે કે સંપૂર્ણ વૈરાગ્ય થાય તે માટે, દેવગુરુની વૈયાવચ્ચ કરવામાં હેતુ એક જ કે સંસારનો રાગ સંપૂર્ણ જાય. એ જ કારણે વૈયાવચ્ચ કરનારો પુણ્યાત્મા પ્રતિદિન ધર્મ સાંભળે અને સંપૂર્ણ વૈરાગ્ય પામવાના મનોરથ કરે. જેના ઉપર નિર્વેદ હોય તેના ઉપર પૂરતો વૈરાગ્ય લાવવા માટે એ બધા પ્રયત્ન છે. જો એમ ન હોય તો દેવ, ગુરુ અને ધર્મને પણ પોતાના જેવા જ બનાવવાની ભાવના થાય. આજે અમુક વર્ગમાં એ ભાવના થઈ રહી છે. તમારે પણ દેવ, ગુરુ અને ધર્મ જેવા બનવું છે કે દેવ, ગુરુ, ધર્મને તમારા જેવા બનાવવા છે ? “હું કાળો અને અરીસો ધોળો કેમ ?” - એમ કહીને કોઈ અરીસા ઉપર મસી ચોપડી માં જુએ, તો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org