________________
૧૮૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
163
ડાહ્યો કે મૂર્તો ? ધર્મમય બની ગુરુત્વ મેળવી દેવ જેવા બનવું હોય, તો દેવ, ગુરુ અને ધર્મને જેવા છે તેવા જ રહેવા દેવા જોઈએ. આજ તો કહે છે કે દેવમાં દેવત્વ હોય તો એ અમને ખેંચે કેમ નહિ ? એમ કહેવામાં એમ કહેનારાઓનો હેતુ એ છે કે દેવગુરુ પણ અમારા જેવા બને ! એવાઓને કહેવું જોઈએ કે જો એ તમારા જેવા બનશે તો પછી તમે એમના જેવા કયાંથી બનશો ? એ તો જેવા છે તેવા જ એમને રહેવા દો. દેવગુરુની ભક્તિ તો એમના જેવા થવા માટે છે.
એક મહાકવિ કહે છે કે “માલિક છે કે જે સેવકને પોતાના જેવો બનાવે.’ વાત ખરી, પણ કોને પોતાના જેવો બનાવે ? કહેવું જ પડશે કે સેવકને. સેવા કરે એને, પણ સામો થાય એને નહિ. તમારા દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, એ તમને જો એ તારકોની સેવા કરો તો જરૂર પોતાના જેવા બનાવે. એટલે કે કાં વીતરાગ બનાવે, કાં નિગ્રંથ બનાવે. ગુરુ પોતે નિગ્રંથ હોય અને તમને ગાંસડીવાળા બનાવે, એ કેમ જ બને ? દેવ પોતે વીતરાગ હોય અને તમને રાગી બનાવે, એ કેમ જ બને ? ખરેખર, જ્યાં સુધી હૃદયમાં નિર્વેદ અને વૈરાગ્ય સ્થાન ન પામે, ત્યાં સુધી પ્રભુનો ધર્મ ન રુચે. સંસાર પ્રત્યે નિર્વેદ તથા વૈરાગ્ય આવ્યા પછી તો ધર્મના ઉમળકા જાગે : સંસાર બંદીખાનું લાગે પછી તો બંદીખાનાને યોગ્ય શાળા છૂટવા જ જોઈએ, અને એમ થાય તો સાચી ભક્તિ પેદા થાય. પણ આજે તે કમનસીબોમાં દેવ-ગુરુ-ધર્મને પોતાના જેવા બનાવવાની ભાવના થઈ રહી છે !
સભાઃ સાથે રહેવું ઠીક ને !
હા પણ તમે અહીં આવો તો, પણ મને ત્યાં બોલાવો તો નહિ. વ્યવહાર પણ કહે છે કે ચાર દરિદ્રીને એક શ્રીમાન શ્રીમાન બનાવે તો વાંધો નહિ, પણ શ્રીમાન પણ પાંચમો દરિદ્રી થાય એ ઠીક નહિ,
સભા : દરિદ્રી શ્રીમાનને દરિદ્રી બનાવવા ઇચ્છે તો ?
માટે તો કહેવામાં આવે છે કે શ્રીમાને સાવધ રહેવું. દુઃખી દુઃખને દુઃખ માને તો રાચે નહિ, પણ એમાં સુખ માને છે માટે લાલચોળ રહે છે. ગમે તેવું દુઃખ હોય તોયે પતાવટ કરો છો કે “સંસાર છે, હોય, દુઃખ તો થાય' - એમ કહીને દુઃખને દાબી સુખ દેખાડો છે. શાસ્ત્રકાર તો કહે છે કે સંસારમાં વાસ્તવિક સુખનું એક બિંદુ પણ નથી. માટે દેવ-ગુરુ-ધર્મ જેવા છે તેવા રાખવામાં જ કલ્યાણ છે. એના જ પ્રતાપે શ્રી શાલિભદ્રજીનું મકાન અને ઋદ્ધિસિદ્ધિ આદિ જોઈ શ્રી શ્રેણિક મહારાજાને ઇર્ષ્યા ન થઈ. આથી કોઈનું સારું દેખી ઇર્ષ્યા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org