________________
1267 ——— ૧૦ : ગુરુતત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80 – ૧૮૧ કરતા. વળી શ્રી વીતરાગ તથા નિગ્રંથ બનવા માટે વીતરાગ તથા નિર્ગથને તેવા ટકાવી રાખશો તો જ તેવા બનશો. આ ભરતક્ષેત્રમાં પાંચમા આરાના છેડા સુધી નિગ્રંથ રહેશે અને શ્રી વીતરાગ પરમાત્માનું શાસન રહેશે. શાસન જીવે છે ત્યાં સુધી નિગ્રંથ જીવવાના છે, અને એ જીવે ત્યાં સુધી કોઈ નિગ્રંથ થાય કે શાસન ગયા પછી થાય ? નિગ્રંથ વગરના તથા વૈરાગ્ય ન આવે એવા જમાનાને હજી શાસ્ત્રદૃષ્ટિએ વાર છે, માટે જેઓને એવો જમાનો વહેલો લાવવો હોય, તેઓએ તેવા દેશમાં જવું જોઈએ કે જ્યાં એ ન હોય, એવા દેશો છે જ્યાં એ નથી. ત્યાં જવું એ એક રીતે ઠીક, પણ જ્યાં એવા બનનાર બેઠા હોય ત્યાં તોફાન કરવું એ ઠીક નહિ ! પોતાને નિર્વેદ તથા વૈરાગ્ય ન ગમે તો પોતે જ્યાં નિર્વેદ તથા વૈિરાગ્યનો સ્પર્શ પણ ન થાય તેવાં સ્થાન હોય ત્યાં જવું જોઈએ, પણ જ્યાં એ વસ્તુ હોય ત્યાં એ વસ્તુના ગ્રાહકને આડખીલી શું કામ કરવી જોઈએ ? એમ કરવાથી તો ઊલટો વિરાધક ભાવ આવે છે અને એથી આત્મા દુર્લભબોધિ બને છે, માટે એવા પ્રયત્નો કરવા એ કોઈ પણ રીતે હિતકર નથી. અસ્તુ. એવી ભાવનાવાળાઓને દૂર રાખીએ, પણ હજી તો કેટલાક ધર્મી ગણાતાઓને પણ દેવ-ગુરુની ભક્તિ કેમ કરવી એની ખબર નથી ! દેવ અને ગુરુની ભક્તિ કરનારાઓએ સમજવું જોઈએ કે સાધુને હાથ જોડવા તે સાધુને સારું લગાડવા માટે કે વ્યવહારની રૂઢિ માટે નહિ, પણ એ તારકના જેવા થવાની ભાવના માટે ! એટલે કે એ સ્થિતિને નિકટ લાવવા માટે દેવ અને ગુરુને થતો નમસ્કાર એ પુલ થવો જોઈએ, પણ દીવાલ નહિ. પૂજ્ય-પૂજક વચ્ચેનો પુલ :
સભા : પોતાની ભાવના ત્યાં જ રહેવાની હોય તો ?
પેઢી ખોલનારની ભાવના આગળ વધવાની જ હોવી જોઈએ, તેમ દેવ અને ગુરુનો નમસ્કાર કરનારની ભાવના પણ તેવી જ હોવી જોઈએ. દૂર રહેલો દૂર રહેલાને નમસ્કાર કરે, તે એની પાસે જવા માટે જ. એથી જ નમસ્કાર એ પુલ છે. નમસ્કાર રૂપી પુલ ઉપર થઈને સેવક સ્વામી પાસે જાય, માટે નમસ્કાર એ દિવાલ રૂપ થતો હોય તો ન જોઈએ. પૂજ્ય-પૂજક વચ્ચે નમસ્કાર એ પુલ છે. પૂજ્ય એ નમસ્કારને યોગ્ય છે, પૂજક એટલે નમસ્કાર કરનાર છે અને નમસ્કાર એ પૂજ્ય અને પૂજક વચ્ચે પુલ છે. પૂજકે પૂજ્યની પૂજા શા માટે કરવી ? એટલા જ માટે કે પૂજક અને પૂજ્ય વચ્ચે અંતર પડી ગયું છે તે ભાંગવા માટે. પૂજ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org