________________
૧૮૨
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1268
ઉપદેશ પણ એ અંતર ભાંગવા માટેનો જ છે અને પૂજકે પણ પૂજાથી એ જ કરવાનું ચિતવવું જોઈએ. શેઠની સેવા કરતાં શેઠ થવાની ભાવના નોકર માત્રમાં હોય : ન હોય તો એ ગમાર. નોકર ઇચ્છે કે એવા સ્વામીને એવું કે જે સેવકપણાનો નાશ કરે. પૂજકે પણ પોતામાં રહેલી ત્રુટિઓનો નાશ કરવા જ પૂજ્યની પૂજા કરવાની છે. હવે ભાવના કઈ હોવી જોઈએ ? પૂજ્યના ગુણ ઢાંકી દેવાની કે પ્રકાશમાં લાવવાની ? પૂજ્ય પૂજ્યપણાના ગુણો સાચવે અને પૂજક પૂજકપણાના ગુણો મેળવવા મહેનત કરે. ગુરુ કેવા જોઈએ ?
સભા : આજે પૂજક-અપૂજકની ખબર નથી પડતી.
ભાવના ભિન્ન થઈ માટે ! એક કહે છે કે મોક્ષ જોઈએ, એક કહે કે મોક્ષની ગરજ નથી, કલદાર જોઈએ. આથી પૂજક કોને કહેવા, સાધર્મીપણાનો સંબંધ કોની સાથે સાંધવો, એની ગભરામણ પ્રશ્નકાર ભાઈને થાય છે. સાધર્મીના સંબંધથી ધર્મની ભાવના પુષ્ટ થાય છે, પણ સાધર્મ મળે તો ને ! પણ અધર્મી મળે તો ? અરે તો પણ ધર્મના અંશ નંખાય, પણ વિરોધી મળે તો શું થાય ? પ્રશ્નકારના પ્રશ્નનો ભાવ આ છે. પૂજાનો ઉદ્દેશ ફરી ગયો માટે આ દશા છે ! દેવગુરુની સેવા, ભક્તિ અને નમસ્કારમાં એક જ હેતુ કે સંસારના ત્રિવિધ તાપ એ ટાળે. જેનામાં એ તાકાત ન હોય તે આપણે ન જોઈએ. જેના ત્રિવિધ તાપ ટળી ગયા હોય અને જેની સેવાથી આપણા ત્રિવિધ તાપ ટળે તેમ હોય, તે આપણા પૂજ્ય.
દુનિયાની કામના અને દુનિયાના અમન-ચમનથી જે અલગ હોય અને જે આપણને પણ એનાથી અલગ કરવા માગે તે પૂજ્ય.
આપણે બહુ વિદ્વાનનું જ કામ છે, એવું નથી. ઓછા વિદ્વાન હોય તો પણ ચાલે, પણ ગુરુ ગણાતામાં જો નિર્વેદ તથા વૈરાગ્યનો છાંટોયે ન હોય, તો એ ન જ નભે. - પાપ, પરિગ્રહ, મારાતારાપણું, ઘર બંધાવવાં વગેરે આરંભાદિની ક્રિયા, આ બધું જેમાં બેઠું છે, તેવા ગુરુનો ખપ પણ શો ?
ઘર બંધાવવાની સલાહ આપનાર તો કડીઆ, સુથાર, કારીગરો ઘણા હોશિયાર છે. દુનિયાના વેપારની સલાહ આપનારા પણ ઘણા છે, હાથ ફેરવનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org