________________
12ss
- ૧૦ : ગુરુતત્ત્વ અને નિર્વેદનો ઉપદેશ : - 80
– ૧૮૩
પીઠ થાબડનારા, મીઠું બોલનારા ઘણા પડ્યા છે, પણ જેમાં બેઠા છીએ, એને ખોટું બતાવનારા કોઈ નથી. ઘણા ઓછા છે. આપણને તે જોઈએ, પછી ભલે તે નાના હોય કે મોટા : વધુ ભણેલા હોય કે ઓછું.
આપણે તો મરવાની તૈયારી છે માટે ચેતો એવું કહેનારા જોઈએ. રોન મારનાર તેવા પંડિત ન હોય તો પણ આજ્ઞા મુજબ “જાગજો' એમ બૂમ માર્યા કરે. એ જ રીતે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ ચેતવનારા મળે એ ગુરુ.
આ લો, તે લો' કહેનારા તો ઘણા છે. ખાવાપીવાનું, વેપાર-રોજગારનું, મોજમજાનું કહેવા માટે, એ માટે મહેનત કરવા માટે કહેનાર તો ઢગલાબંધ ગુરુ છે, પણ એ આપણે ન જોઈએ, આપણે તો આયુષ્ય ચંચળ છે માટે સન્માર્ગે જવાના ઇશારા કરનારા ગુરુ જોઈએ. એક દિવસનો સાધુ હોય, ખાસ કંઈ ન ભણેલો હોય, તે પણ કહે કે “મજા વૈરાગ્યમાં અને સંસારમાં સાર નથી. જે સુખ દુનિયાના પરિગ્રહમાં નથી, તે પરિગ્રહના અભાવમાં છે.” વળી પરિગ્રહ પણ જોઈએ, એમ કહેનારના જેવા કુગુરુ દુનિયામાં બીજા કોઈ જ નથી. આજ તો એવા આશયનું ગોળ ગોળ કહેવાય છે કે “અપરિગ્રહ સ્વીકાર્યા બાદ પરિગ્રહના ફંદામાં ફસાય તે જમાનામાં પરિગ્રહને ખોટો કેમ કહેવાય ? સંયમ લીધા બાદ અસંયમના રસિયા બને, ફરીથી સંસારમાં આવે, તે જમાનામાં ત્યાગની વાત કેમ થાય ?' પણ એમ કહેનારા બિચારાઓને ખબર નથી કે “સંયમ લીધા પછી, પરિગ્રહ તજ્યા પછી પણ પાપના ઉદયે, મોહના ઉદયે, મિથ્યાત્વના ઉદયે કે કુસંસર્ગથી એવા બનાવો ન બને, એવો કોઈ કાળ નથી. ચડાવનાર થોડા અને પાડનાર ઘણા !
સભા : ઓછા-વત્તા બને એમ બને ?
એ હિસાબ કરવો હોય તો તે વખતની સંખ્યા તથા સંયોગો વગેરે વગેરે પણ સાથે લો. ચડનારને પાડનાર તે વખતે પ્રાયઃ કોઈ ન હતા અને આજે કેટલા છે ? આજ તો ટકે છે તે પૂરા ભાગ્યવાન છે, કારણ કે ચડેલાને કે ચડનારને ખેંચીને પાડનારનો આજે તોટો નથી. (પ્રથમના કાળમાં) તો પડવાની અણી પર આવેલાને ટેકવનાર હતા : પડ્યા પછી પણ પરિણામનો પલટો થાય એને વધાવનાર હતા.
સભા : શું પોલ છુપાવવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org