________________
1270.
૧૮૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
આમાં પોલ છુપાવવાની વાત જ નથી ! છોકરો ગુનો કરે એને બાપ ઘરમાં સજા ગમે તેટલી કરે, પણ કાંઈ દાંડી ઓછો જ પીટે ? પોલ ચાલુ ન રખાય, પણ દાંડી પીટી એને ફજેત કરે અને એને સુધરવાની તક ન આપે એ માબાપ નથી. ચોથા આરામાં તો શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરદેવ, શ્રી કેવળજ્ઞાની અને વિશિષ્ટ જ્ઞાની વગેરે હયાત હતા. તે વખતે તો તરવું સહેલું હતું. માત્ર ભગવાનની દૃષ્ટિ પડે તો કામ થઈ જાય. શ્રી મેઘકુમારની રાત્રે ઘરે જવાની ભાવના થઈ, પણ પ્રભુએ બચાવી લીધા. પૂર્વભવ કહીને પણ જ્ઞાની બચાવી લેતા હતા. બચાવનાર મોજૂદ હતા. પંચમકાળમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ, પ્રાપ્તિ પછી રક્ષણ તો મહાદુર્લભ. એ વખતે તો જ્ઞાની પ્રત્યક્ષ હતા, દેવો પ્રત્યક્ષ હતા, આજે ન જ્ઞાની પ્રત્યક્ષ, ન દેવ પ્રત્યક્ષ ! એ વખતે દેવો આવે, સમોસરણ રચે, એ જોઈ શાસ્ત્રની વાત સ્થિર થાય. આજ તો બુદ્ધિ શુદ્ધ હોય તો વાત જચે. શ્રદ્ધા હોય, પ્રેમ હોય તો પરિણમન થાય. તે છતાં પણ અધિક આત્માઓ પડે છે એમ નથી. છતાંય માનો કે આવા જમાનામાં અધિક પડે તોયે શું ? એમ કહો કે “આવા કાળમાં પણ આવો માર્ગ જીવતો રાખનાર પડ્યા છે. અને આનંદ પામો. સુકાળમાં તો બધા શ્રીમાન હોય, પણ દુષ્કાળમાં હોય તો બલિહારી, સુકાળમાં તો બધા સહાય આપે, પણ દુકાળમાં સહાય આપે એની બલિહારી. જે વખતે દુનિયા લક્ષ્મીની હાયવોય કરે છે, તે વખતે લક્ષ્મીનો વ્યય છૂટે હાથે થાય છે, એ શ્રી જૈનદર્શનની બલિહારી છે. અંતરાય વખતે શું વધુ થાય ?
આજે એ લોકો કહે છે કે જે વખતે લક્ષ્મી નથી તે વખતે ધર્મમાં ખરચવાનું હોય ? પ્રથમ તો લક્ષ્મી હતી તે ખરચતા.' એની સામે પ્રથમ તો આપણે એમ કહીએ છીએ કે પ્રથમ તો દરેક જણ પોતે મંદિર બંધાવે એવા હતા અને બંધાવતા તથા પૂજતા, પણ આજ તો મંદિર હોય તોયે ન આવે. એવાને લાવવા માટે ઠામઠામ સુંદરમાં સુંદર મંદિર કરવાની જરૂર છે. જે કાળમાં ધર્મક્રિયાઓની ભાવના ઓસરી જાય તેવી પ્રવૃત્તિ ચાલુ હોય, તે સમયે તો એને વધારવાના પ્રયત્નો અવશ્ય વધુ હોવા જોઈએ. જે સમયમાં પડવાના સંયોગો ઢગલાબંધ હોય, તે સમયે ચડાવનારા સંયોગો કેટલા જોઈએ ? રોગ વધ્યા તેમ દવાખાનાં પણ વધ્યાં ને! તેમ મિથ્યાત્વના દાવાનળ ઠામઠામ વધે, તેમ ઠામઠામ સભ્યત્વના પંપ રાખવા જોઈએ ને ! પ્રભુના વખતમાં - જ્ઞાનીના વખતમાં મિથ્યાત્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org