________________
૨૮ ૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
1968
ધ્યાનમાં રાખજો કે પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની હિંસામાં ત્રસ એટલે હાલતાચાલતા જીવોની પણ હિંસા બેઠી જ છે : એ જ કારણે પૃથ્વીકાય આદિના આરંભ સમારંભમાં બેઠેલા આત્માઓ ત્રસ જીવોને પણ નહિ હણવાનો સ્પષ્ટ નિયમ નથી સ્વીકારી શકતા. શરણરૂપ એક જૈન સાધુતા જ
એ જ કારણથી આ વિશ્વમાં પ્રાણીમાત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતા જ છે. શ્રી જૈન સાધુતા સિવાય પ્રાણીમાત્રને રક્ષણ આપનારી આ વિશ્વમાં કોઈ વસ્તુ જ નથી; એ જ કારણે શ્રી જૈનશાસનનો સંપૂર્ણ આધાર સાધુતા ઉપર જ છે. પ્રમત્તયોગથી પ્રાણ વ્યપરોપણને હિંસા માનનારું શ્રી જૈનશાસન, સંપૂર્ણપણે શ્રી જિનેશ્વરદેવોએ જીવનમાં જીવીને શકય રીતે ઉપદેશેલી સાધુતામાં જ સર્વાશે રહી શકે છે. એ એકાંત ઉપકારી અનંતજ્ઞાની પરમવીતરાગ શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલી સાધુતાના ઉપાસક જ એવા છે કે જેઓ હાલતાચાલતા જીવોની હિંસા તો નથી કરતા પણ પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની પણ હિંસા નથી કરતા. એ પરમતારક સાધુતાના ઉપાસક આત્માઓ, સજીવ પૃથ્વી, સજીવ પાણી, સજીવ અગ્નિ અને સજીવ વનસ્પતિનો સ્પર્શ સરખોય નથી કરતા. પ્રયત્નપૂર્વક પવનનો પણ ઉપભોગ એ પુણ્ય આત્માઓ નથી કરતા. પવનના ઉપભોગની ઇચ્છાથી પણ એ પુણ્ય આત્માઓ પર રહે છે. એવા પુણ્યાત્માઓની સઘળી જ કારવાઈ પ્રાણીમાત્રની અહિંસાને જ પોષનારી હોય છે અને હોવી જ જોઈએ : એ જ કારણે એ આદર્શરૂપ અને અજોડ ત્યાગીઓનો ઉપદેશ કર્મક્ષય રૂપ મોક્ષના જ ધ્યેયને પોષનારો અને સર્વ ત્યાગની પ્રધાનતાવાળો હોય છે. જૈન માત્રની ફરજ :
આ અનુપમ શ્રી જિનશાસનને પામ્યા છતાં અને શ્રી જિનશાસનની જડરૂપ મૂળસ્વરૂપ જૈન સાધુતાથી ભરેલા ઉપદેશને પ્રતિદિન સાંભળવા છતાં પણ જે આત્માઓ પ્રાણીમાત્રના હિતને કરનારી જૈનદીક્ષાના શરણે ન જઈ શકે તે આત્માઓએ, પોતાની જીવનદશાને અવશ્ય મોક્ષાભિમુખ બનાવવી જોઈએ અને એ સાધ્યને અલ્પ સમયમાં સિદ્ધ કરવાના હેતુથી અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનોને યથાશક્તિ વિધિપૂર્વક આચરવા સાથે જેમ બને તેમ “પૃથ્વીકાય' આદિના આરંભ સમારંભથી બચતા રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org