________________
૧૮ : એકેન્દ્રિયપણાનાં દુઃખો 88
પૃથ્વીકાય આદિના આરંભ સમારંભથી બચવા માટે ખોટાં કુતૂહલો અને મોજશોખથી દૂર રહેવું જોઈએ. ખોટાં કુતૂહલો અને મોજશોખથી દૂર રહેનારા તથા સંતોષી આત્માઓ સહેલાઈથી ‘પૃથ્વીકાય' આદિના આરંભ સમારંભથી બચી શકે છે. મુમુક્ષુ આત્માઓએ ચાલે ત્યાં સુધી સજીવ પૃથ્વી આદિનો ઉપભોગ ન કરવો જોઈએ : અર્થાત્ સચિત્તના ત્યાગી બનવું જોઈએ. ચિત્ત પૃથ્વી આદિનો ઉપયોગ કરવો પડે તો પણ કંપતે કંપતે અને આવશ્યકતાથી એક રતિભર પણ અધિક ન થઈ જાય એની ખૂબ કાળજી રાખવી જોઈએ અને પ્રત્યેક ક્રિયા કરતાં એ ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ કે ‘કોઈ પણ ક્રિયા મારાથી એવી તો નથી થઈ જતીને કે જે મારી મોક્ષની સાધનામાં દીવાલ ઊભી કરતી હોય ?' આવો ખ્યાલ રાખવા સાથે મોક્ષની સાધનામાં ઉપયોગી એવા એકેએક અનુષ્ઠાનની આરાધનામાં અહર્નિશ ઉદ્યમશીલ રહેવું જોઈએ.
બેઇંદ્રિય આદિ ત્રસ તિર્યંચોની પીડાના પ્રકારો હવે પછી -
1369
Jain Education International
For Private & Personal Use Only
૨૮૩
www.jainelibrary.org