________________
૧૯: ત્રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ:
89
• રક્ષક તો એક જ : • બેઈદ્રિયોની બૂરી દશા : • ત્રીદ્રિયોનો ત્રાસ : • ચતુરદ્રિયોની પીડા : • જલચરો ઉપરના જુલમ :
• સ્થલચરોની દુઃસ્થિતિ : • ખેચરોની દુઃખદ દશા : • દુઃખ, દુઃખ અને દુઃખ જ : • બે કર્તવ્યો : • અયતના ન થઈ જાય તેની કાળજી એટલે -
વિષય: વિકલૈંદ્રિય અને પંચેંદ્રિય તિર્યંચ જીવોનાં દુઃખો અને એમાંથી
ભવ્યાત્માઓએ લેવાનો બોધપાઠ.
ચાર ગતિરૂપ સંસારનું વર્ણન કરતાં નરકગતિ અને એકેંદ્રિય જીવોનાં દુઃખો આદિનું વર્ણન કર્યા બાદ આ પ્રવચનના માધ્યમે પ્રવચનકારશ્રીજીએ બેઈદ્રિયાદિ વિકલેંદ્રિય જીવો તેમજ જલચરાદિ તિર્યંચ પંચેંદ્રિય જીવોની દુર્દશાનું તાદશ દર્શન કરાવ્યું છે. આધાર લીધો છે પૂર્વવતું યોગશાસ્ત્ર ધર્મગ્રંથનો ! જે જોયા પછી થાય કે એ જીવોને માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ છે કે, જેનું વર્ણન શક્ય જ નથી. એ જીવોની રક્ષા માટે ઉપયોગશીલ બની કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ એનું પણ સુંદરતમ નિરૂપણ આ પ્રવચનાંતે જોવા મળે છે. છેવટે કેવા પાપકર્મથી એવી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે, એનું વર્ણન કરી પ્રવચનની પૂર્ણતા સાધી છે.
મુવાક્યાત • ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. • પ્રભુ શાસનના આચારો જ એવા છે કે જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે
જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. • અર્થ-કામની પ્રવૃત્તિમાં હૃદયપૂર્વક રાચવું-નાચવું અને પ્રભુ શાસનમાં હોવાનો દાવો કરવો એ બની
શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org