________________
1233 –– ૮ : આસ્તિક અને તાત્ત્વિક દયાનો સંબંધ - 78 – ૧૪૭ લેવામાં હરકત જ નહિ, એમ માનવા જેવી દુષ્ટ મનોદશા જૈનત્વને પામેલાની હોય ? કહેવું જ જોઈએ કે “ન જ હોય.' આથી જ ન મળે તો અનીતિ ન કરો, પણ એવી શુભ કાર્યવાહી કરો કે જેથી પાપ જાય અને જરૂરી આપોઆપ આવીને મળે.
આજનાઓની દશા તો કોઈ વિલક્ષણ જ છે, કારણ કે ન મળ્યું માટે રોવા બેસે અને પછી “આમ કરું ને તેમ કરું' એવી ભાવનામાં આત્માનો કચ્ચરઘાણ કાઢી નાખે ! વિચારો કે આ કેવી દુર્દશા ? મિથ્યાત્વીમાં પણ એવા લઘુકર્મી આત્માઓ પડ્યા છે કે, જે એમ કહે છે કે પાપથી સાહ્યબી ન જોઈએ. ઇતરમાં પણ આ વિચારવાળા છે તો પછી જૈનત્વને પામેલા કેવા હોવા જોઈએ ? આ વસ્તુસ્થિતિ સમજ્યા વિના લંગોટીથી કલ્યાણ થવાનું નથી અને વસ્તુ સમજાય તો કદાચ ત્યાગ નહિ થાય તો પણ કલ્યાણ થશે. ઋદ્ધિ સાથે દાન લખો તો ?
જે આ શાસનમાં આવે છે, તેને પહેલી પોતાના આત્માની દયા આવે છે, કારણ કે જેને પોતાની દયા ન આવે તેને વાસ્તવિક રીતે પારકી દયા આવે પણ શી રીતે ? શ્રી તીર્થંકરદેવો સ્વતંત્ર ધર્મસ્થાપક હોવાથી કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી બોલે નહિ. પોતે તૈયાર થયા પછી બીજાને તૈયાર કરાય. તૈયાર થયા પછી એ સ્થિતિ આવે છે કે ઘણા સમયે થતું કામ અલ્પ સમયમાં થાય. આથી સમજાય તેમ છે કે પોતાના આત્મા માટે જેને પાપનો ભય ન હોય તે પારકા પર ઉપકાર ન કરી શકે ! અઢાર પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનક સારું છે ? એ પાપસ્થાનકોમાં જોડે એવા ગુરુ તમને જોઈએ છે કે એમાંથી કાઢે એવા ? વારુ, શારદાપૂજનમાં શું લખશો ? શ્રી શાલિભદ્રજીની ઋદ્ધિ તો લખો છો, તેની જગ્યાએ તે પુણ્યાત્માએ કરેલું પૂર્વકાળનું દાન લખાય તો ?
સભા : રૂઢિ બદલાય ?
માર્ગ ભૂલ્યા, પાંચ ગાઉ ચાલ્યા પણ, પણ પછી ખબર પડી કે માર્ગ ભૂલ્યા તો પાછા વળો કે નહિ ? જો હા, તો સમ્યગ્દષ્ટિ તરીકે ચોપડામાં એવું લખો કે ઇતર વાંચે તો તેઓ પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની વિશિષ્ટતા સમજે. “તમે શાલિભદ્રજી જેવું દાન દેવા માગો છો’ એમ જો ઇતર વાંચે તો એને એમ પણ થાય કે જે દાન માગે છે તે ખોટું તો લખે જ નહિ. પણ ધ્યાન રાખજો કે લખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org