________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
વિચારી, પણ ‘એ રાજા કેમ ?' એવી ભાવના ન આણી. આજના અજ્ઞાનીઓ તો ‘એ રાજા કેમ ?' આવી વિચારણા ચલાવે છે ! શ્રી શાલિભદ્રજીએ પોતાના પુણ્યની ખામી માનીને ધર્મની આરાધનામાં તત્પર થયા, પણ ‘તમે રાજા કેમ બન્યા ?' એમ શ્રી શ્રેણિક મહારાજાને કહ્યું ? શ્રી શાલિભદ્રજીને દેવ સહાય કરતા હતા. અને તે પોતાના પિતા જ હતા છતાં પણ શ્રેણિકને ઉઠાડીને પોતાને ગાદીએ બેસાડવાનું ન કહ્યું ! આજના અજ્ઞાનીઓ પાસે દેવ આવે તો શું કહે, એ વિચારો !
૧૪૭
શુભોદય વિના માગ્યે નહિ મળે !
‘સામાને મળે અને મને કેમ નહિ ?' આવી ભાવના તો પારકાને લૂંટવાની ભાવના છે, છતાં પણ એ ભાવના અજ્ઞાનીઓ કરે છે : પણ પોતે કમભાગી છે એનો વિચાર તેઓને નથી આવતો. એના યોગે ‘અમે હીણભાગી છીએ તેથી અમને નથી મળ્યું.’ - એમ નથી થતું પણ જે બીજાને પુણ્યયોગે મળ્યું છે તેની ઇર્ષ્યા કરીને વધારે પાપ કરવાની વૃત્તિ થાય છે ! ‘અમને રાજ્ય કેમ નહિ ?' – એમ કહેનારાઓને કહો કે ‘તમારાં કપાળ તપાસો ! તમારા કપાળમાં હોય તો મળે ને ?’ રાજપુણ્ય, ભોગપુણ્ય એ બધું સમજો છો કે નહિ ? કે બસ ‘લાવો ! લાવો ‘ એટલો બકવાસ જ આવડે છે ! શું બાપનો માલ છે ? ખરેખર, આજની સ્થિતિ એવી છે કે છતી સામગ્રીએ પાયમાલીના સંયોગો ઊભા થયા છે, નક્કી માનજો કે શુભોદય વિના માગ્યે મળવાનું નથી.
અનીતિ ન કરો પણ શુભ કાર્યવાહી કરો !
કંઈ એવું મેળવો કે જેથી માગવાની ઇચ્છા જ થાય નહિ અને એના પરિણામે જરૂર હોય ત્યાં સુધી જરૂરી વગર માગ્યે મળે. બાકી રાજઋદ્ધિ માટે તો લંગોટી વાળનારા પણ છે ! એ માટે અનેક બાવા પણ થયા છે અને થાય છે ! સ્વરાજ્ય માટે પાઘડીઓ પણ બાળી નાખી અને તાળીઓ પણ પાડી ! અરે, ધર્મ કે અધર્મ કંઈ જ ન જોયું ! અને એમાં પાછો ધર્મ માન્યો ! આ વાત હું જૈન માટે કરું છું હોં ! આ કેટલી માર્ગથી ખસી જવા જેવી મનોદશા કહેવાય ? ધ્યાનમાં રાખો કે અમે પણ માર્ગથી ખસીએ તો તમારે અમારી પાછળ પણ નહિ આવવાનું. એવી દશા લાવવા માટે વિચારો કે ‘જૈનત્વના સંસ્કાર શા ? શું દુનિયાના સ્વાર્થ માટે પાપ કરવામાં, ચોરી કે લૂંટફાટ કરવામાં, કે કોઈના જાન
Jain Education International
1232
For Private & Personal Use Only
www.jainelibrary.org